શ્રી ગણેશ • ભાગ 5 / 6

એકદંત — મહાભારતના લેખક

વેદવ્યાસના કહેવાથી મહાભારત લખ્યું અને લેખન માટે પોતાનો દાંત તોડ્યો.

હંસાબેન પોરિયા ટીમ દ્વારા સરળ ભાષામાં રજૂઆતઅપડેટ:

આશરે 1 મિનિટ વાંચન83%
અક્ષરનું કદ19px

મહર્ષિ વેદવ્યાસ મહાભારત જેવા વિશાળ મહાકાવ્યની રચના કરવા ઇચ્છતા હતા, પણ તેને લખી શકે એવો લેખક જોઈતો હતો. બ્રહ્માજીના કહેવાથી તેમણે ગણેશજીને પ્રાર્થના કરી.

ગણેશજીએ શરત મૂકી: “હું લખવાનું શરૂ કરું પછી એક ક્ષણ પણ અટકીશ નહીં.” વ્યાસજીએ સામે શરત મૂકી: “દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખજો.” આમ વ્યાસજી વચ્ચે વચ્ચે કઠિન શ્લોકો બોલતા, જેથી ગણેશજી અર્થ વિચારે ત્યાં સુધી તેમને નવા શ્લોકો રચવાનો સમય મળી જતો.

લખતાં લખતાં કલમ તૂટી ગઈ, ત્યારે અટકવું ન પડે તે માટે ગણેશજીએ પોતાનો એક દાંત તોડીને તેને જ કલમ બનાવી લીધી અને લેખન ચાલુ રાખ્યું. તેથી તેઓ “એકદંત” કહેવાયા. (કેટલીક કથાઓમાં પરશુરામજી સાથેના યુદ્ધમાં દાંત તૂટ્યાનું વર્ણન પણ મળે છે.)