શ્રી ગણેશ • ભાગ 2 / 6

ગજાનન સ્વરૂપ

શિવ સાથેનું યુદ્ધ, માતાનો શોક અને હાથીના મુખ સાથે નવજીવન.

હંસાબેન પોરિયા ટીમ દ્વારા સરળ ભાષામાં રજૂઆતઅપડેટ:

આશરે 1 મિનિટ વાંચન33%
અક્ષરનું કદ19px

પોતાના જ ઘરમાં પ્રવેશ ન મળતાં શિવજી અને તેમના ગણો આશ્ચર્યમાં પડ્યા. બાળકે ગણોને પણ હરાવી દીધા. અંતે ભયંકર યુદ્ધમાં ભગવાન શિવે ત્રિશૂળથી બાળકનું મસ્તક અલગ કરી દીધું.

માતા પાર્વતી બહાર આવ્યાં અને પુત્રને આ અવસ્થામાં જોઈને શોક અને ક્રોધથી ભરાઈ ગયાં. તેમના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ કંપી ઊઠી. દેવોએ પ્રાર્થના કરી ત્યારે માતાએ શરત મૂકી કે મારો પુત્ર ફરી જીવિત થાય અને સૌ દેવોમાં પૂજનીય બને.

શિવજીએ ગણોને ઉત્તર દિશામાં મોકલ્યા અને કહ્યું કે જે પ્રથમ જીવ મળે તેનું મસ્તક લઈ આવો. ગણોને એક હાથી મળ્યો. શિવજીએ હાથીનું મસ્તક બાળકના ધડ પર મૂકીને તેને નવજીવન આપ્યું. તેથી તેઓ “ગજાનન” કહેવાયા.

ભગવાન શિવે તેમને પોતાના ગણોના અધિપતિ બનાવ્યા — એટલે “ગણપતિ” અને “ગણેશ”. સાથે વરદાન આપ્યું કે દરેક શુભ કાર્ય અને પૂજામાં સૌથી પહેલાં તમારી પૂજા થશે.