ગુરુજી કીર્તન • લિરિક્સ

લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે

lakh lakh Taraliya aabh ma chamakta re

સ્વર: હંસાબેન પોરિયા

લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે

ગુરુજી6.4K વ્યૂઝ15 જાન્યુ. 202610:20

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે સુરજ ઉગે ને અંજવાળા થાય એવા સુરજ જગતમાં એક છે રે જગતમાં જનતા સૌને હોય છે રે ધ્રુવજી ને તપ કરવા મોકલનાર એવી જનેતા જગતમાં એક જ છે રે જગતમાં માતા-પિતા સૌને હોય છે રે ચૈલેયો ખાંડી સાધુને પીરસનાર એવા માતા-પિતા જગતમાં એક છે રે જગતમાં પિતાજી સૌને હોય છે રે પુત્ર વિના પ્રાણ કાઢનાર એવા દશરથ જગતમાં એક છે રે જગતમાં દીકરા સૌને હોય છે રે માતા-પિતા ને કાવડમાં લઈ જનાર એવા શ્રવણ જગતમાં એક છે જગતમાં ભક્તોના ઝુંડ ઘણા ઘણા રે ઠાકોર ને ડાકોરમાં લઈ જનાર એવો બોડાણો જગતમાં એક છે રે જગતમાં સંતો સાધુ છે ઘણા ઘણા રે પત્નીના દાન આપનાર એવા જલારામ જગતમાં એક છે રે જગતમાં વેવારિયા ઘણા ગવાય રે દ્વારિકામાં બેસીને હૂંડી લખનાર એવા નરસિંહ જગતમાં એક છે રે જગતમાં ભક્તિ કરનાર ઘણા હોય છે રે પ્રભુજી ને કાજે સમુદ્રમાં કૂદનાર એવા અજમલ જગતમાં એક છે રે જગતમાં ગુરુજી સૌને હોય છે રે મોક્ષ ના મંદિર મેળવવા ને કાજ એવા ગુરુજી જગતમાં કોક છે રે આત્માની ઓળખ કરાવનાર એવા ગુરુજી જગતમાં કોક છે જગતમાં સત્યવાદી ઘણા હોય છે રે પત્ની ને પુત્ર ને બજારે વેચનાર એવા હરિશ્ચંદ્ર જગતમાં એક છે રે બાપા પ્રતાપે ભક્તો બોલીયા રે તમારી બેડલી ઉતારો ભવ પાર એવા બાપા જગતમાં એક છે રે

અર્થ અને સમજૂતી

ભજન વિશે

“લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે, સુરજ ઊગે ને અજવાળાં થાય” — આકાશમાં તારા લાખો છે, પણ અજવાળું તો એક સૂરજથી જ થાય. આ સરખામણીથી શરૂ થતું ભજન બતાવે છે કે દુનિયામાં માતા, પિતા, પુત્ર, ભક્ત કે સંત તો ઘણા હોય, પણ કેટલાક એવા છે જે “જગતમાં એક છે.”

કડીઓમાં એવાં અજોડ ઉદાહરણો છે: ધ્રુવને તપ કરવા મોકલનાર જનેતા; ચેલૈયાને સાધુ માટે ખાંડીને પીરસનાર માતા-પિતા; પુત્રના વિયોગમાં પ્રાણ છોડનાર દશરથ; માતા-પિતાને કાવડમાં જાત્રા કરાવનાર શ્રવણ; ઠાકોરજીને ડાકોર લઈ આવનાર બોડાણો; પત્નીનું પણ દાન કરી દેનાર જલારામ; દ્વારકામાં હૂંડી લખનાર નરસિંહ મહેતા; પ્રભુ માટે સમુદ્રમાં કૂદનાર અજમલજી; અને સત્ય માટે પત્ની-પુત્રને વેચનાર હરિશ્ચંદ્ર.

ગુરુની કડીમાં શબ્દ બદલાય છે: ગુરુ તો સૌને હોય, પણ મોક્ષનો માર્ગ બતાવનાર અને “આત્માની ઓળખ કરાવનાર” ગુરુ જગતમાં “કોક” જ હોય છે. એટલે કે સાચા ગુરુ દુર્લભ છે, અને મળે તો જીવન સૂરજના અજવાળા જેવું થઈ જાય. છેલ્લે ભક્તો બાપાને વિનવે છે કે અમારી બેડલી ભવપાર ઉતારજો.

ગુરુમહિમા અને સંતોનાં ચરિત્રો યાદ કરતાં સત્સંગમાં આ ભજન ગવાય છે.