શ્રી ગણપતિ કીર્તન • લિરિક્સ

ચાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી

સ્વર: હંસાબેન પોરિયા

ચાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી

શ્રી ગણપતિ1.1K વ્યૂઝ6 જૂન 20266:08

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
હાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી... નંદી પર અસવારી રે શિવજી ની જાન આવી... ગણપતિ તો આગળ ચાલે ઉંદર ની અસવારી રે શિવજી ની જાન આવી... બ્રહ્માજી ને નારદ આવ્યા સર્વે દેવો આવ્યા રે શિવજી ની જાન આવી... લક્ષ્મી ને બ્રહ્માણી આવ્યા શોભા છે અલગારી રે શિવજી ની જાન આવી... એક હાથ માં ડમરુ શોભે બીજા હાથ માં માળા રે શિવજી ની જાન આવી.. ત્રીજે હાથે ત્રિશુલ શોભે ચોથે હાથે શંખ રે શિવજી ની જાન આવી... અંગે તો ભભૂત લગાવી માથે મોટી જટા રે શિવજી ની જાન આવી... વાઘ ના તો વસ્ત્ર પહેર્યા ડોકે નાગ ની માળા રે શિવજી ની જાન આવી... નાગણીયું ના કુંડળ પહેર્યા ભૂત કરે હોંકારા રે શિવજી ની જાન આવી... સર્વે દેવો જાન માં આવ્યા આગળ ભૂતડા નાચે રે શિવજી ની જાન આવી... ગામ આખું જોવા આવ્યું વરરાજા અલગારી રે શિવજી ની જાન આવી... પોખણા લઈને પોખવા આવ્યા હિમાચલ ની નારી રે શિવજી ની જાન આવી... વરરાજા નું રૂપ જોઈને પોખણા પડતા મેલ્યા રે શિવજી ની જાન આવી... નારદ જી સમજાવી લાવ્યા મેના એ વર પોખ્યા રે શિવજી ની જાન આવી... શિવ પારવતી પરણવા બેઠા આપે કન્યાદાન રે શિવજી ની જાન આવી... શિવ પારવતી પરણી ઉતર્યા કૈલાસ સિધાવ્યા રે શિવજી ની જાન આવી... જે કોઈ ગાશે શિવની જાન સેજે કૈલાસ જાશે રે શિવજી ની જાન આવી... હાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી

અર્થ અને સમજૂતી

ભજન વિશે

“હાલો જોવા જઈએ રે, શિવજીની જાન આવી” — શિવ-પાર્વતીના લગ્નનો પ્રસંગ આ ભજનમાં ગામના લગ્નની જેમ જીવંત બની ગયો છે. નંદી પર અસવાર થઈ શિવજી પરણવા આવે છે, અને આખું ગામ જાન જોવા દોડે છે.

જાનનું વર્ણન મજાનું છે. ગણપતિ ઉંદર પર બેસીને આગળ ચાલે છે; બ્રહ્માજી, નારદજી અને બધા દેવો આવ્યા છે; લક્ષ્મીજી અને બ્રહ્માણી પણ સાથે છે. પણ વરરાજાનો દેખાવ સૌથી જુદો — હાથમાં ડમરુ, માળા, ત્રિશૂળ અને શંખ, અંગે ભભૂત, માથે મોટી જટા, વાઘનાં વસ્ત્ર, ડોકે નાગની માળા, કાને નાગણીનાં કુંડળ, અને આગળ ભૂતડાં નાચે. હિમાચલની નારીઓ પોંખવા આવી, પણ આવું રૂપ જોઈ પોંખણાં પડતાં મૂક્યાં. ત્યારે નારદજીએ સમજાવ્યું, મેનાએ વરને પોંખ્યા, કન્યાદાન થયું અને શિવ-પાર્વતી પરણીને કૈલાસ સિધાવ્યા.

આ ભજનમાં હાસ્ય પણ છે અને સમજ પણ. શિવજીનો બહારનો દેખાવ “અલગારી” છે, પણ તે દેવોના દેવ છે. માણસને તેના બાહ્ય રૂપથી નહીં, અંદરના ગુણથી ઓળખવો — એવો સંદેશ આ પ્રસંગમાંથી મળે છે.

લગ્નગીતના ઢાળવાળું આ ભજન સત્સંગમાં અને મહાશિવરાત્રિ જેવા શિવ-પ્રસંગે બહેનો હોંશથી ગાય છે.