શ્રી ગણપતિ કીર્તન • લિરિક્સ

સવા શેર માટી મેતો પ્રેમથી મંગાવી

sava sher mati meto premathi mangavi

સ્વર: હંસાબેન પોરિયા

સવા શેર માટી મેતો પ્રેમથી મંગાવી

શ્રી ગણપતિ6.7K વ્યૂઝ25 માર્ચ 20266:04

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. ગણપતિ લઈને હું તો કૈલાશમાં ગઈ તી, પાર્વતીએ ખોળે બેસાડ્યા ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. ગણપતિ લઈને હું તો અયોધ્યામાં ગઈ તી, સીતાજીએ ચોખલીયે વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. ગણપતિ લઈને હું તો રણુંજામાં ગઈ તી, નેતલદે એ ખોળે બેસાડ્યા ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. ગણપતિ લઈને હું તો દ્વારિકામાં ગઈ તી, લક્ષ્મીજીએ કંકુએ વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. ગણપતિ લઈને હું તો ગોકુળમાં ગઈ તી, રાધાજીએ ધરો ચડાવ્યો ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો. સવા શેર માટી મે તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવજો

અર્થ અને સમજૂતી

ભજન વિશે

“સવા શેર માટી મેં તો પ્રેમથી મંગાવી, એના બનાવ્યા ગણપતિ” — ભક્ત બહેને પોતાના હાથે માટીમાંથી ગણપતિ બનાવ્યા છે, અને હવે એમને પ્રેમથી આમંત્રણ આપે છે: “ગણપતિ મારા સત્સંગમાં આવજો.” કોઈ પણ શુભ કામની શરૂઆત ગણપતિથી થાય, એટલે સત્સંગની શરૂઆતમાં પણ એમને પહેલું તેડું છે.

દરેક કડીમાં ભક્ત ગણપતિને લઈને કોઈ પવિત્ર ધામમાં જાય છે, અને ત્યાં કોઈ દેવી એમનું સ્વાગત કરે છે. કૈલાસમાં પાર્વતીમાએ એમને ખોળે બેસાડ્યા. અયોધ્યામાં સીતાજીએ ચોખાથી વધાવ્યા. રણુજામાં નેતલદેએ ખોળે બેસાડ્યા. દ્વારિકામાં લક્ષ્મીજીએ કંકુથી વધાવ્યા. ગોકુળમાં રાધાજીએ દૂર્વા, એટલે ધરો, ચડાવી.

આ ભજનમાં ઘરઘરની સાદી ભક્તિ દેખાય છે. મોંઘી મૂર્તિ નહીં, પણ પ્રેમથી બનાવેલી માટીની મૂર્તિ પણ ભગવાનને વહાલી છે. જુદાં જુદાં ધામ અને દેવીઓનાં નામ એક જ ભજનમાં આવે છે, જે બતાવે છે કે બધી પરંપરાઓમાં ગણપતિનું પહેલું માન છે.

સત્સંગની શરૂઆતમાં ગણપતિને આમંત્રણ આપવા આ ભજન ગવાય છે, અને ગણેશ ચતુર્થી જેવા અવસરે પણ હોંશથી ગવાય છે.