ગુરુજી કીર્તન • લિરિક્સ

આજ મારા દિલ રે મંદિરને રે દ્વારે ગુરુજી મારા આવે છે

New Gujarati Guru Bhajan 2026

સ્વર: હંસાબેન પોરિયા

આજ મારા દિલ રે મંદિરને રે દ્વારે ગુરુજી મારા આવે છે

ગુરુજી3.9K વ્યૂઝ7 જુલાઈ 202612:29

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
આજ મારે દિલ રે મંદિર ને રે દ્વારે ગુરુજી મારા આવે છે આજ મારા મનમાં થાય એનો ભાસ ગુરુજી મારા આવે છે ૧ સાખી : ધીમે ધીમે પગલે ચાલતા મંદ મંદ મલકે એના મુખ, મૂર્તિ છે સોહામણી સાક્ષાત પરિબ્રહ્મ નું રૂપ ગુરુજી મારા આવે છે આજ મારે દિલ મંદિર ને દ્વારે ગુરુજી મારા આવે છે આજ મારા મનમાં થાય એનો ભાસ ગુરુજી મારે આવે છે ૨ સાખી : આવી બિરાજ્યા આસને , મેં પ્રેમથી કર્યું પૂજન શરણમાં શીશ નમાવ્યું મારા મસ્તક ઉપર દરિયો છે હાથ ગુરુજી મારા આવે છે આજ મારા ... ૩ સાખી : ટાઢક થઈ મારા તનમાં , બળી ગયો ત્રિવેદી નો તાપ ભ્રમણા ટળી ભવ ભવની થયો છે સત્ય જ્ઞાન નો પ્રકાશ ગુરુજી મારે આવે છે આજ મારા ... ૪ સાખી : વાજા વાગે નંદ બ્રહ્મના શરણાઈ નો સુર સંભળાય આનંદ વધ્યો મારા ઉરમાં જે કાંઈ મૂખે થી કહ્યો ન જાય ગુરુજી મારા આવે છે આજ મારા... ૫ સાખી : ગંગધાર પ્રગટી ગુરુ ના મુખ થી વરસે સ્વાતિના બુંદ જિજ્ઞાસુ સાતક જીલે પ્રેમથી થયા છે ગુરુ સ્વરૂપે કદરૂપ ગુરુજી મારા આવે છે આજ મારા... ૬ સાખી : ન્યાલ કર્યો નીજદાસ ને દીધા છે દિલમાં દીધાર દાસ જયંતી વખાણું દેવા રામને જે મારા મનના માનેલા હે મેરામણ ગુરુજી મારા આવે છે આજ મારે દિલ મંદિર ને દ્વારે ગુરુજી મારા આવે છે આજ મારા મનમાં થાય એનો ભાસ ગુરુજી મારે આવે છે

અર્થ અને સમજૂતી

ભજન વિશે

રચના: દાસ જયંતી

ગુરુજીના આગમનની ખુશીનું આ ભજન છે, પણ ગુરુ ઘરના આંગણે નહીં, હૃદયના મંદિરે પધારે છે. “આજ મારે દિલ રે મંદિરને રે દ્વારે ગુરુજી મારા આવે છે” — ભક્તને મનમાં એનો ભાસ થાય છે, જાણે ગુરુ સાક્ષાત્ સામે આવી રહ્યા હોય.

દરેક કડી પહેલાં આવતી સાખી ગુરુના આગમનને પગલે પગલે વર્ણવે છે. ગુરુ ધીમાં પગલે, મંદ મંદ મલકતા આવે છે; એમનું રૂપ પરબ્રહ્મ જેવું લાગે છે. આસને બિરાજ્યા ત્યારે ભક્તે પ્રેમથી પૂજન કર્યું, શીશ નમાવ્યું અને માથે ગુરુનો હાથ આવ્યો. તનમાં ટાઢક થઈ, ત્રિવિધ તાપ — એટલે જીવનનાં ત્રણ પ્રકારનાં દુઃખ — બળી ગયા, ભવભવની ભ્રમણા ટળી અને સાચા જ્ઞાનનો પ્રકાશ થયો. અંદર જાણે અનહદ નાદનાં વાજાં અને શરણાઈ વાગે છે, અને આનંદ એવો કે મુખે કહી શકાય નહીં. ગુરુના મુખેથી જ્ઞાનની ગંગા વહે છે, જેને જિજ્ઞાસુ ચાતક જેમ સ્વાતિનાં બુંદ ઝીલે તેમ પ્રેમથી ઝીલે છે.

ભજનનો સાર એ છે કે સાચા ગુરુ મળે ત્યારે મનની ગરમી શાંત થાય છે અને અંદર અજવાળું થાય છે. ગુરુ બહાર મળે, પણ તેમનું સાચું આસન તો શિષ્યના હૃદયમાં છે.

છેલ્લી સાખીમાં “દાસ જયંતી” નામ આવે છે, જ્યાં રચનાકાર ગુરુને મનના માનેલા મેરામણ, એટલે સાગર જેવા ઉદાર કહીને વંદે છે. ગુરુમહિમાના સત્સંગ અને ગુરુપૂર્ણિમાએ ગાવા જેવું ભજન છે.