શ્રી રામ કીર્તન • લિરિક્સ

ઈતિહાસ માં અમર બની જાય એવી ભારત ની નારીયું

itihas ma amar bani jay eevi Bharat ni nariyu

સ્વર: હંસાબેન પોરિયા

ઈતિહાસ માં અમર બની જાય એવી ભારત ની નારીયું

શ્રી રામ994 વ્યૂઝ9 ઑક્ટો. 20255:48

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
ઈતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી સીતાજી એવા ચૌદ વરસ એણે વનમાં વિતાવીયા ધરતી માઁ ના ખોળામાં સમાય એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી ચંગાવતી એવા કુંવર ચેલૈયાને ખાંડણીયે ખાંડિયો હરખેથી હાલરડાં ગાય એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી તોરલ દે એવા જેસલની નાવને મધદરિયે તારી પલમાં જેસલ પીર બની જાય એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી સાવિત્રી એવા સત્યવાનના જીવ માટે યમની પાછળ હાલીયા યમરાજને પાછા વાળી દયે એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી અનસૂયા એવા ત્રણેય દેવ આવ્યા પરીક્ષા લેવા પલમાં કરાવે પયપાન એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી મીરાબાઈ એવા સતને કારણીએ એને ઝેરને આરોગ્યા ઝેરના અમૃત કરે ભગવાન એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ... ભારતની નારી સતી સખુબાઈ એવા સતને માટે ઇ તો ઓરડિયે પુરાણા પાણીડા ભરે ભગવાન એવી ભારતની નારીઓ ઇતિહાસ માં અમર બની જાય એવી ભારતની નારીઓ... આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

અર્થ અને સમજૂતી

ભજન વિશે

ભારતની એવી સતી અને ભક્ત નારીઓનું ગૌરવ આ ભજનમાં ગવાયું છે, જેમનાં નામ ઇતિહાસ અને લોકહૃદયમાં અમર છે. ટેકમાં તેમને “આભના ટેકા” કહી છે — જાણે આકાશને ટેકો આપતા થાંભલા; એટલે કે ધર્મ અને સમાજ તેમની શ્રદ્ધા અને સત પર ટકેલાં છે.

દરેક કડી એક નારીની ઓળખ આપે છે. સીતાજીએ ચૌદ વરસ વનમાં વિતાવ્યાં અને અંતે ધરતીમાના ખોળામાં સમાયાં. સતી ચંગાવતીએ સતને ખાતર કુંવર ચેલૈયાનું બલિદાન આપતાં પણ હાલરડાં ગાયાં. સતી તોરલે જેસલની નાવ મધદરિયે તારી અને જેસલને પીર બનાવ્યો. સાવિત્રી સત્યવાનના પ્રાણ માટે યમરાજની પાછળ ચાલી અને તેમને પાછા વાળ્યા. અનસૂયાની પરીક્ષા લેવા ત્રણેય દેવ આવ્યા. મીરાંબાઈએ ઝેર પીધું તો ભગવાને તેને અમૃત બનાવ્યું, અને સખુબાઈ ઓરડામાં પુરાઈ ત્યારે ભગવાન પોતે તેનાં પાણી ભરવા આવ્યા.

આ ભજનનો સંદેશ એ છે કે સાચી શક્તિ શરીરમાં નહીં, પણ સત, શ્રદ્ધા અને ધીરજમાં છે. આ નારીઓની કથાઓ બતાવે છે કે જે સતને વળગી રહે તેની લાજ ભગવાન રાખે છે.

સત્સંગમાં અને ભક્ત નારીઓના મહિમાની વાત થતી હોય ત્યારે આ ભજન ગવાય છે; બહેનોની મંડળીમાં તે ખાસ પ્રેમથી ઝીલાય છે.