શ્રી રામ કીર્તન • લિરિક્સ

કેવી છે કુદરતની કળા

kevi che kudarat ni kala

સ્વર: હંસાબેન પોરિયા

કેવી છે કુદરતની કળા

શ્રી રામ5.4K વ્યૂઝ10 સપ્ટે. 20265:23

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
કેવી છે કુદરત ની કળા અણધાર્યું તે આગળ થાય રાજા દશરથ એના મનમાં વિચારે કાલે સવારે રામને રાજ અપાવશું વેલી સવારે રામ વનમાં જાય અણધાર્યું તે આગળ થાય... અભિમન્યુ એના મનમાં વિચારે સાતેય કોઠા તેને જીતી લેવા છે સાતમે કોઠે વાલો રણમાં રોળાય અણધાર્યું તે આગળ થાય... રાજા રાવણ તે અતિ મદ ભર્યો સીતામાતા નું હરણ કરી ગયો સોનાની લંકામાં લાગી લાય અણધાર્યું તે આગળ થાય... પાપી દુર્યોધન એ ચોપાટ માંડી હારીને પાંડવો વનમાં જાય અણધાર્યું તે આગળ થાય... સતી દ્રૌપદી એના મનમાં વિચારે પાંચ પતિ ની હું છું નારી ભરી સભા માં તેના ચીર ખેંચાય અણધાર્યું તે આગળ થાય

અર્થ અને સમજૂતી

ભજન વિશે

“કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય” — માણસ એક વિચારે છે અને થાય છે કંઈક બીજું. આ ભજન રામાયણ અને મહાભારતના જાણીતા પ્રસંગો દ્વારા આ સત્ય સમજાવે છે.

પહેલા પ્રસંગમાં રાજા દશરથ વિચારે છે કે કાલે સવારે રામને રાજગાદી આપીશું, પણ સવારે રામ વનમાં જાય છે. અભિમન્યુ ચક્રવ્યૂહના સાતેય કોઠા જીતવાનું વિચારે છે, પણ સાતમા કોઠે રણમાં વીરગતિ પામે છે. અહંકારથી ભરેલો રાવણ સીતામાતાનું હરણ કરે છે, અને પરિણામે સોનાની લંકામાં આગ લાગે છે. દુર્યોધને ચોપાટ માંડી અને પાંડવો હારીને વનમાં ગયા. અને સતી દ્રૌપદી, જે પાંચ પતિની પત્ની હતી, તેનાં ચીર ભરી સભામાં ખેંચાયાં.

આ દાખલાઓ બતાવે છે કે રાજા હોય કે વીર, કોઈ ભવિષ્ય પોતાના હાથમાં રાખી શકતું નથી. એટલે સફળતામાં ગર્વ ન કરવો, મુશ્કેલીમાં હિંમત ન હારવી અને ભગવાનની ઇચ્છાને નમ્રતાથી સ્વીકારવી — એ આ ભજનનો સંદેશ છે. રાવણ અને દુર્યોધનના પ્રસંગો એ પણ યાદ અપાવે છે કે ખોટાં કર્મોનું ફળ મોડું-વહેલું મળે જ છે.