સત્સંગ કીર્તન • લિરિક્સ
હારી ગયો રે પ્રભુ હારી ગયો રે
જૂઠી દુનિયાથી પ્રભુ હારી ગયો રે
સ્વર: હંસાબેન પોરિયા
હારી ગયો રે પ્રભુ હારી ગયો રે
સત્સંગ5.2K વ્યૂઝ9 નવે. 20265:15
પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ
ભજન લિરિક્સ
18px
હારી ગયો રે પ્રભુ હારી ગયો રે
જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે
મારા મારા કહી હું તો ફરતો જગતમાં
અંતે પોતાના એ મને ઠોકર રે મારી
જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે
જૂઠી દુનિયામાં પ્રભુ વેરને ઝેર છે
કોઈ કોઈનું સારું ઇચ્છે નહીં આયા
જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે
આ રે દુનિયામાં મોટું ગૌમાતાનું નામ છે
કસાઈ ખાને મોકલે એને કાળા માથા રો
જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે
સાચો મુંજાઈ પ્રભુ ખોટો પુંજાય છે
રૂપિયા પાથરે તો એનુ માને રે બધું
જૂઠી દુનિયા શું પ્રભુ હારી ગયો રે
તારા બનાવેલ પ્રભુ તમને બનાવે
દુનિયામાંથી માનવતા પણું રે ગયું
જૂઠી દુનિયાથી પ્રભુ હારી ગયો રે
ગાવ મંડળ કે છે ભક્તો હરીને ભજી લ્યો
તમારા ભજનથી રાજી થાશે રે હરી
જુઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે