સત્સંગ કીર્તન • લિરિક્સ

ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો

સ્વર: હંસાબેન પોરિયા

ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો

સત્સંગ2.9K વ્યૂઝ14 ઑક્ટો. 20267:18

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
| Gujarati Bhajan Lyrics હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી જળ ભરવા ચાલ્યા હારે ઘરે સુતા છે નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો નાગ સ્વરૂપે ભગવાન આવ્યા હારે ઇતો કરવા બાળક ના રક્ષણ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો આગળ ભગવાન ને પાછળ નાના બાળક હારે ઇતો ગયા ગોરા ની પાંસે વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખોદે છે માટી ને ખુંદે છે ગારો હારે એણે નાખ્યા બાળક ને છુંદી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી જળ ભરી આવ્યા હારે એણે ઘરે નો દીઠયા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી ગોરા કુંભાર ને પૂછે હારે કિંયા ગયા છે નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખુંદુ છુ માટી ને ભજુ ભગવાન ને હારે સતી અમને નથી કાંઇ ખબરૂ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ત્યાંથી તે સતી બજારે હાલ્યા હારે એણે ક્યાંય નો દીઠયા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના ભાભી મેણલા રે બોલે હારે ઇતો પાપીએ બાળક માર્યા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો નથી હું પાપી ને નથી અપરાધી હારે અમે છીએ ભગવાન ના ભક્તો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ત્યાંથી તે સતી અખેડે હાલ્યા હારે એણે ગારા મા હાડકાં દીઠા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હાડકાં વીણી સતીએ સુંડલા માં ભર્યા હારે એણે એક બાજુ ઢાંકી મુક્યા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો મંજુર નું રૂપ લઈ ને ભગવાન આવ્યા હારે અમને કોઈ મંજુરી કામ આપો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો તમારા મુલ તો અમે શું દઇએ હારે તમે પેટ વડીયે કામ કરજો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખંભે કોદાળી ને હાથ માં છે પાવડો હારે રાણી રાધાજી ના હાથ માં સુંડલો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખોદે છે માટી ને ખુંદે છે ગારો હારે રાણી રાધાજી વાળે પિંડલા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હાથમાં છે લાકડી ને ફેરવે છે સાંકડી હારે એણે ઉતાર્યા સોના વર્ણી ઠામ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો મજુરે હાથ લય ને સુંડલા માં મુક્યો હારે એણે અમૃત ની અંજળી છાંટી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હારે એણે સજીવન કર્યા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગાય શીખે ને સુણે રે સાંભળે હારે એને દેજો પંઢરપુર મા વાસ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો 🙏

અર્થ અને સમજૂતી

ભજન વિશે

પંઢરપુરના વિઠ્ઠલના ભક્ત ગોરા કુંભારની કથા આ લાંબા ભજનમાં ગવાઈ છે. ગોરા કુંભાર મહારાષ્ટ્રના વારકરી સંતોમાં જાણીતા ભક્ત હતા. ટેક છે, “ગોરા કુંભારને લગની લાગી, વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો” — માટી ખૂંદતાં ખૂંદતાં પણ તેમનું મન ભગવાનમાં જ રહેતું.

કથા આ રીતે આગળ ચાલે છે: ગોરાનાં સતી પાણી ભરવા જાય છે અને ઘરે નાનું બાળક સૂતું છે. ભજન કહે છે કે ભગવાન નાગરૂપે બાળકની રક્ષા કરવા આવ્યા. આગળ નાગરૂપે ભગવાન અને પાછળ બાળક, એમ બાળક ગોરા પાસે પહોંચે છે, પણ ભજનમાં લીન ગોરા માટી ખૂંદતા રહે છે અને બાળક ગારામાં છૂંદાઈ જાય છે. સતી પાછાં આવી બાળકને શોધે છે; ગોરા કહે છે કે હું તો માટી ખૂંદતો ને ભગવાન ભજતો હતો, મને કંઈ ખબર નથી. ભાભી મેણાં મારે છે, પણ સતી કહે છે, “અમે છીએ ભગવાનના ભક્તો.” અંતે ગારામાં હાડકાં મળે છે, જે સતી સૂંડલામાં ભરી ઢાંકી મૂકે છે. ત્યારે ભગવાન મજૂરનું રૂપ લઈને, રાધાજી સાથે, પેટવડિયે કામ કરવા આવે છે; માટી ખૂંદે છે, પિંડા વાળે છે, અને છેવટે અમૃતની અંજલિ છાંટીને બાળકને સજીવન કરે છે.

આ કથાનો ભાવ એ છે કે ભગવાન પોતાના ભક્તની સાથે સુખ-દુઃખમાં ઊભા રહે છે, અને સાચા ભક્તને મજૂરી કરવામાં પણ તેઓ સંકોચ નથી રાખતા. સંકટમાં પણ ભગવાન પરથી શ્રદ્ધા ન ડગે, એ સતીના શબ્દો શીખવે છે. છેલ્લે કહ્યું છે કે જે આ કથા ગાશે, શીખશે અને સાંભળશે, તેને પંઢરપુરમાં વાસ મળે. સત્સંગ મંડળમાં આ કથા-ભજન ધીરજથી, ભાવથી ગવાય છે.