Guruji kirtan • Lyrics

આટલો સંદેશો મારા ગુરુજીને દેજો

આત્મજ્ઞાન ભજન

Voice: Hansaben Poriya

આટલો સંદેશો મારા ગુરુજીને દેજો

Guruji3.7K views2 Nov 202610:13

PDF / Print settings

Bhajan lyrics

18px
| Gujarati Santvani Lyrics આટલો સંદેશો મારા ગુરુજીને દેજો, સેવકના રુદિયા મા રેજો રે, સંદેશો મારા ગુરુજીને દેજો, જીવડો બંધાયો જીવ શેનાથી છૂટે, એમનો ઉત્તર અમને દેજો, સંદેશો મારા ગુરુજીને દેજો, જન્મ મરણ ગુરુજી કોના રે થાય, ભૂખને તરસ કોને લાગે રે ગુરુજી મારા ચરણોમાં રહેજો, સુખને દુઃખ રે ગુરુજી કિનારે થાય છે, આત્માનું સ્વરૂપ અમને કહેજો, સંદેશો મારા ગુરુજીને દેજો, ભવ નું ભટકાણા મારું સેનાથી ભાંગે, પ્રભુ નો અનુભવ સાથે જાગે, સંદેશો મારા ગુરુજીને દેજો, મનરે મેલુ એને કેમ કરી ધોવું, કેમ કરી આનંદમાં રહેવું સંદેશો મારા ગુરુજીને દેજો, આશા ને કૃષ્ણા ગુરુજી કેમ રે તોડવી, પ્રભુમાં પ્રીત કેમ જોડવી, સંદેશો મારા ગુરુજીને દેજો, આશા ને મમતા ગુરુજી કેમ રે જાય, ક્ષમતામાં વાસ ક્યારેક થાય, સંદેશો મારા ગુરુજીને દેજો, કેટલું કરવાથી પરમ શાંતિ રે મળશે, જનમ મરણ કેમ ટડશે, સંદેશો મારા ગુરુજીને દેજો, આટલો સંદેશો મારા ગુરુજી નો આવ્યો, સાંભળીને વર્તનમાં મુકજો, સંદેશો મારા ગુરુજી નો આવ્યો, અજ્ઞાન વડે આ જીવ બંધાઈ રહ્યો છે, જ્ઞાન વડે મુક્તિ થાય રે, સંદેશો મારા ગુરુજીનો આવ્યો, જનમ મરણ દેહના ધર્મ રે જાણો, ભૂખને તરસ પ્રાણને થાય રે, સંદેશો મારા ગુરુજી નો આવ્યો, સુખ અને દુઃખ મનના ધર્મ રે જાણજો, આત્માનું શુદ્ધ સ્વરૂપ થાય, સંદેશો મારા ગુરુજી નો આવ્યો, ભવ નું ભટકાના ગુરુજી શેનાથી ભાંગશે, જ્ઞાન થી પ્રભુનો અનુભવ જાગે, સંદેશો મારા ગુરુજી નો આવ્યો, સત કર્મા સત્સંગથી મનને રે ધોવો, શ્રદ્ધાથી આનંદમાં રહેવું, સંદેશો મારા ગુરુજીને દેજો, વૈરાગ વડે આશા તુસણારે તોડવી, સમજણથી પ્રભુ પ્રીતમાં જોડવી, સંદેશો મારા ગુરુજીનો આવ્યો, વિવેક વડે અહંતા મમતા રે જાશે, સમજણથી ક્ષમતામાં રહેવાશે, સંદેશો મારા ગુરુજી નો આવ્યો, આટલું કરશો તો પરમ આનંદ મળશે, જનમ મરણ નો ફેરો તરશે, સંદેશો મારા ગુરુજીનો આવ્યો.

Meaning and explanation

About this bhajan

આત્મજ્ઞાનની વાત સવાલ-જવાબ રૂપે સમજાવતું આ સંતવાણી ભજન છે. પહેલા ભાગમાં શિષ્ય પોતાના પ્રશ્નો ગુરુજીને મોકલે છે — “આટલો સંદેશો મારા ગુરુજીને દેજો” — અને બીજા ભાગમાં ગુરુજીનો ઉત્તર આવે છે — “સંદેશો મારા ગુરુજીનો આવ્યો.”

શિષ્યના પ્રશ્નો જીવનના ઊંડા પ્રશ્નો છે: જીવ શાનાથી બંધાયો અને કેમ છૂટે? જન્મ-મરણ કોનાં થાય, ભૂખ-તરસ કોને લાગે? સુખ-દુઃખ કોને થાય અને આત્માનું સ્વરૂપ શું? મેલું મન કેમ ધોવું, આશા-તૃષ્ણા કેમ તોડવી અને અહંતા-મમતા કેમ જાય? ગુરુજી એક એક કરીને જવાબ આપે છે: અજ્ઞાનથી જીવ બંધાય છે અને જ્ઞાનથી મુક્તિ થાય છે. જન્મ-મરણ દેહના ધર્મ છે, ભૂખ-તરસ પ્રાણને લાગે છે, સુખ-દુઃખ મનના ધર્મ છે — આત્મા તો શુદ્ધ છે. સત્કર્મ અને સત્સંગથી મન ધોવાય, વૈરાગ્યથી આશા-તૃષ્ણા તૂટે અને વિવેકથી અહંતા-મમતા જાય.

ભજનનો સંદેશ એ છે કે આપણે દેહ, પ્રાણ કે મન નથી; એ બધાંથી જુદો શુદ્ધ આત્મા છીએ. આ સમજણ જીવનમાં ઉતારવી જરૂરી છે — ગુરુજી કહે છે, “સાંભળીને વર્તનમાં મુકજો.” અંતે વચન છે કે “આટલું કરશો તો પરમ આનંદ મળશે.” આવાં ભજન સંતવાણી અને ગુરુ મહિમાના સત્સંગમાં ગવાય છે.