Guruji kirtan • Lyrics

સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે

Voice: Hansaben Poriya

સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે

Guruji77K views6 Sep 20268:08

PDF / Print settings

Bhajan lyrics

18px
સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે મળ્યો મનુષ્ય અવતાર નહીં મળે વારંવાર હાથે આવેલો દાવ વયો જાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે ભજન કરી લે ને પ્રાણી નહીંતર થાશે ધૂળધાણી તારી પલ પલ ઓછી થાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે સાથે લાવ્યા શું લઈ જાઈશું ખાલી આવ્યા ખાલી જાઈશું તારો અમુલખ લાવો વયો જાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે મારુ મારુ કરી ફરે નો ભક્તિમાં ડગલા ભરે રામ નામ લેતા કેમ શરમાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે ભેળું કર્યું ખૂબ નાણુ ઓચિંતા નું આવશે ટાણું તેદી સઘળું છોડીને છોડીને ચાલ્યા જાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે મેલો મોટાઈ અને માન શાને કરો અભિમાન તારો અવતાર એણે વયો જાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે આવશે યમરાજાની જાન નહીં ચાલે ત્યાં તોફા ત્યાં તો પલ પલ ના રેખા ઉપર થાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે શિખામણ માની લેજો મારી કોઈ ગુરુ લેજો ધારી ત્યારે ચોરાસી નો ફેરો ટળી થાય છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે કરમ ધર્મના ત્રાજવે તોળાઈ છે રે સાચા ખોટા નો સરવાળો ઉપર થાય છે રે

Meaning and explanation

About this bhajan

“સાચા ખોટાનો સરવાળો ઉપર થાય છે રે, કરમ ધર્મના ત્રાજવે તોળાય છે રે” — આ ભજન જીવનના હિસાબની વાત કરે છે. આપણે જે કંઈ સારું-ખોટું કરીએ છીએ, તેનો સરવાળો ઉપર ભગવાનના દરબારમાં થાય છે.

કડીઓ એક પછી એક ચેતવણી આપે છે. મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી, અને હાથમાં આવેલો દાવ જઈ રહ્યો છે. ભજન કરી લે, નહીંતર બધું ધૂળધાણી થશે, કારણ કે પળે પળે આયુષ્ય ઓછું થાય છે. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું. “મારું મારું” કરીને ફરીએ છીએ, પણ રામનામ લેતાં શરમાઈએ છીએ. ખૂબ નાણું ભેગું કર્યું, પણ ઓચિંતો સમય આવશે ત્યારે બધું છોડીને જવું પડશે. મોટાઈ, માન અને અભિમાન મૂકી દો. યમરાજાની જાન આવશે ત્યારે કોઈ બહાનું નહીં ચાલે.

છેલ્લી કડીમાં ઉપાય પણ બતાવ્યો છે: “શિખામણ માની લેજો મારી, કોઈ ગુરુ લેજો ધારી” — ગુરુના માર્ગે ચાલીએ તો ચોરાસીનો ફેરો ટળે. ભજનનો સાર છે કે સમય કીમતી છે; અહંકાર છોડીને સારાં કર્મ અને ભક્તિમાં તેનો ઉપયોગ કરવો.

વારંવાર આવતી ધ્રુવપંક્તિવાળું આ ચેતવણીનું ભજન સત્સંગમાં સૌ સાથે મળીને ગાય છે.