Shri Krishna kirtan • Lyrics

રૂક્ષ્મણીના આવ્યા સંદેશ કૃષ્ણ તમે વેલેરા આવજો

Krishna Bhajan

Voice: Hansaben Poriya

રૂક્ષ્મણીના આવ્યા સંદેશ કૃષ્ણ તમે વેલેરા આવજો

Shri Krishna5.2K views10 Oct 20268:06

PDF / Print settings

Bhajan lyrics

18px
રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો વાલા હું તો લખું કાગળ ક્રીષ્ન તમે વેલેરા આવજો છેલ્લો કાગળ મારો લખું સંદેશો રાધાજી ના રસીયા તમે વેલેરા આવજો જો જો ના કરતા કોઈને જાણ ક્રીષ્ન તમે વેલેરા આવજો રાધા ચકોર મારી ચોરી પકડાવસે, આ કામણગારી કુબજા કાળો કેર વર્તાવશે, ગોપીઓને તો ગમશે નય જરાય ક્રીષ્ન તમે વેલેરા આવજો........ બાંધવ રૂક્મી તો મને બીજે પરણાવશે, કહો મારા નાથ તમે ક્યારે મને મળશો, મળજો તમે મંદિરે મધરાત ક્રીષ્ન તમે વેલેરા આવજો.... ફુલ રે વાડીમાં હું તો ફુલડાં રે વીણતી, સરખી સૈયર મને મેણાં રે બોલતી, નયનમાં માનીર ઉભરાઈ ક્રીષ્ન તમે વેલેરા આવજો... મધરાતે સુતા મને સપનાંમાં આવીયા, મેં રે જાણ્યું કે મારો નાથ મને મળીયા, આતમ મારો અકળાય ક્રીષ્ન તમે વેલેરા આવજો... વાંચી સંદેશ વાલે રથને શણગારો, મંદિરની પાસે વાલે ઊભો રે રાખીયો, રૂક્ષ્મણી નું હરણ કરી જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો... માધવપુરમાં વાલે મંડપ રચાવીયો, રૂક્ષ્મણી ને સંગે વિવાહ રચાવીયા, પરણીને દ્વારકામાં જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો... રાધાજી ના રસીયા પરણી પધાર્યા, સત્સંગ મંડળ માં વાલો આવીને ઊભા, દર્શન દેવા ને કાજ ક્રીષ્ન તમે વેલેરા આવજો... રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો

Meaning and explanation

About this bhajan

રુક્મિણીજીએ શ્રીકૃષ્ણને લખેલા સંદેશા અને તેમના વિવાહની કથા આ ભજનમાં ગવાઈ છે. ટેક છે, “રુક્મિણીના આવ્યા સંદેશ, કૃષ્ણ તમે વહેલેરા આવજો” — રુક્મિણી કાગળમાં વિનંતી કરે છે કે આ મારો છેલ્લો કાગળ છે, મોડું ન કરતા, અને કોઈને જાણ ન કરતા.

કાગળમાં રુક્મિણીની ચિંતા અને પ્રેમ બંને દેખાય છે. લોકભજનની રમૂજ સાથે તે કહે છે કે રાધા મારી ચોરી પકડાવશે, કુબ્જા કંઈક કરશે અને ગોપીઓને આ જરાય નહીં ગમે. પણ મોટી ચિંતા એ છે કે ભાઈ રુક્મી મને બીજે પરણાવી દેશે. એટલે તે મધરાતે મંદિરે મળવાનું કહે છે. ફૂલવાડીમાં ફૂલ વીણતાં સહેલીઓ મેણાં મારે છે, આંખે આંસુ ઊભરાય છે, અને મધરાતે સપનામાં નાથ આવે ત્યારે આત્મા અકળાય છે. સંદેશો વાંચીને કૃષ્ણ રથ શણગારે છે, મંદિર પાસે રથ ઊભો રાખે છે અને રુક્મિણીનું હરણ કરી જાય છે. માધવપુરમાં મંડપ રચાય છે, વિવાહ થાય છે અને બંને દ્વારકા જાય છે — માધવપુરમાં કૃષ્ણ-રુક્મિણી વિવાહની પરંપરા જાણીતી છે.

આ ભજનનો ભાવ એ છે કે સાચા મનથી, પૂરા વિશ્વાસથી મોકલેલો સાદ ભગવાન સુધી પહોંચે છે અને તેઓ સમયસર આવે છે. રુક્મિણીનો પ્રેમ અને હિંમત ભક્તની શરણાગતિનું પ્રતીક છે. અંતે પરણીને આવેલા વાલા સત્સંગ મંડળમાં દર્શન દેવા ઊભા છે — એટલે ભજન ભક્તોના મંડળમાં ઉત્સવના આનંદ સાથે પૂરું થાય છે.