Shri Krishna kirtan • Lyrics

દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા

મીઠી મીઠી મોરલીવાળા

Voice: Hansaben Poriya

દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા

Shri Krishna44K views16 Jun 20266:00

PDF / Print settings

Bhajan lyrics

18px
રંગીલા રાજા કીર્તન, મીઠી મીઠી મોરલી વાળા રે કીર્તન, mithi mithi morlivala re, kanji kala kirtan 🌹 કિર્તન🌹 દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા મીઠી મીઠી મોરલીવાળા રે ઓ કાનજી કાળા તારા પંથે પગલા ભરું દુનિયામાં નો કોઈથી ડરુ ફિકર વિના ફેરા ફરું રે રંગીલા રાજા જોવા વાળા જોતા રહે બળવા વાળા બળ્યા કરે નુગરા ભલે નિંદા કરે રે રંગીલા રાજા હરી રસનો પ્યાલો પીધો ભેખ તારો પેરી લીધો મળી ગયો મને મારગ સીધો રે રંગીલા રાજા ભરવાડ નો ભાણેજ વાલો આહિરો નો આશરો ભક્તો ના ભગવાન બેલી રે રંગીલા રાજા જન્મો જનમ ના તો તારો ઝાલી લેજે હાથ મારો શામળિયા સરકાર મારા રે રંગીલા રાજા હરિચરણે ચિત ધરું ભજન તારું રોજ કરું સતસંગથી ભવ પાર ઉતારો રે રંગીલા રાજા ભાવથી ભજન કરુ દર્શનિયા તારા કરું ચરણો માં સ્વીકારી લેજો રે રંગીલા રાજા

Meaning and explanation

About this bhajan

“દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા, મીઠી મીઠી મોરલીવાળા રે ઓ કાનજી કાળા” — દ્વારિકાધીશ કૃષ્ણને પ્રેમથી “રંગીલા રાજા” કહીને ભક્ત પોતાના મનની નિર્ભયતા અને શરણાગતિ વ્યક્ત કરે છે.

કડીઓમાં ભક્ત કહે છે કે તારા પંથે પગલાં ભરું છું, એટલે દુનિયામાં કોઈથી ડરતો નથી અને ફિકર વગર ફરું છું. જોનારા જોતા રહે, બળનારા બળ્યા કરે અને નુગરા ભલે નિંદા કરે — એની પરવા નથી. હરિરસનો પ્યાલો પીધો, તારો ભેખ પહેરી લીધો અને સીધો મારગ મળી ગયો. કૃષ્ણને “ભરવાડનો ભાણેજ” અને “આહીરોનો આશરો” કહ્યા છે, કારણ કે તે ગોવાળો વચ્ચે ઊછર્યા અને સાદા લોકોના સાથી રહ્યા. છેલ્લી કડીઓમાં વિનંતી છે: જન્મોજન્મ મારો હાથ ઝાલી રાખજે, હરિચરણે ચિત્ત રાખું, રોજ ભજન કરું અને સત્સંગથી ભવપાર ઉતારજે.

આ ભજન શીખવે છે કે જે ભગવાનના રસ્તે ચાલે છે તેને લોકોની ટીકાનો ડર રાખવાની જરૂર નથી. ભક્તિ મનને હિંમત આપે છે, અને એ હિંમત અભિમાનમાંથી નહીં પણ “શામળિયા સરકાર” પરના ભરોસામાંથી આવે છે.

સત્સંગ અને કૃષ્ણકીર્તનમાં આ ભજન હોંશભર્યા ઢાળે ગવાય છે.