Guruji kirtan • Lyrics

તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી

Voice: Hansaben Poriya

તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી

Guruji18K views2 Nov 20258:03

PDF / Print settings

Bhajan lyrics

18px
તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી સાખી : એ પાંચ તત્વોનું પાંજરું તારું ને એમાં પુરા માયાના બંધન મારું મારું શું કરી રહ્યો રે મારું મારું શું કરી રહ્યો રે એમાં તારો નથી તલભાર આ તન તારું નથી તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી સાખી : ભૂખ્યા ને દેજો રોટલો ને તરસા ને પાજો પાણી સદગુરુ એવા માણજો રે હે એવા સદગુરુ તારણહાર આ તન તારું નથી તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી સાખી : હે આ જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં પંડમાં તારો વાસ પંડ પડિયા પછી ક્યાં જશો રે પંડ પડ્યા પછી ક્યાં જશો રે હે એનો કોઈ ન કરે તપાસ આ તન તારું નથી તમે આત્માની કરો ઓળખાણ આ તને તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી સાખી : સાડા ત્રણ ફૂટ પૃથ્વીને તેનો ન સુજે તાર આ બુદ્ધિ બિચારી શું કરે રે આ બુદ્ધિ બિચારી શું કરે રે હે તારા આત્મા માં ઘોર અંધકાર આતન તારું નથી તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી સાખી : થોડું થોડું કરી જાજુ ભેગું કર્યું તોય ન બેઠો ઘાટ સંતો કહે તમે સાંભળો સંતો કહે તમે સાંભળો ઓલા દુરીજન ભમે તારો ઘાટ આતન તારું નથી તમે આત્માને કરો ઓળખાણ આ તન તારું નથી તમે બ્રહ્માજી કરો ને જાણ સુખ સંસારમાં નથી 🙏 આત્મજ્ઞાન નો અદભૂત કીર્તન – “તમે આત્માની કરો ઓળખાણ આ તન તારું નથી” 🙏 આ કીર્તન માં આત્માની સાચી ઓળખ, જીવન નો હેતુ અને ભૌતિક શરીર થી અલગ આત્મા નો તત્ત્વ સમજાવવામાં આવ્યો છે. શાંત મન થી સાંભળો અને આત્મિક શાંતિ નો અનુભવ કરો. ✨ આ કીર્તન આત્મજ્ઞાન, ભક્તિ અને શાંતિના પ્રેમીઓ માટે સમર્પિત છે. ભક્તિભાવ થી સાંભળો અને આત્માની ઓળખાણ નો અનુભવ કરો.

Meaning and explanation

About this bhajan

“તમે આત્માની કરો ઓળખાણ, આ તન તારું નથી” — આ ભજન આત્મજ્ઞાનનો સંદેશ આપે છે. શરીર આજે છે અને કાલે નથી; સાચી ઓળખ આત્માની છે. સાથે જ મુખડું કહે છે કે સંસારના સુખમાં કાયમી સુખ નથી, એટલે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરો. ભજન વચ્ચે વચ્ચે સાખીઓ આવે છે, જે વાતને વધુ ઊંડી બનાવે છે.

પહેલી સાખી કહે છે કે આ શરીર પાંચ તત્ત્વોનું પાંજરું છે અને તેમાં માયાનાં બંધન છે; “મારું મારું” શું કરે છે, એમાં તલભાર પણ તારું નથી. બીજી સાખી સેવાનો રસ્તો બતાવે છે: ભૂખ્યાને રોટલો અને તરસ્યાને પાણી આપજો, અને એવા સદગુરુને માનજો જે તારણહાર છે. ત્રીજી સાખી પ્રશ્ન પૂછે છે: આ જીવ ક્યાંથી આવ્યો, શરીરમાં તેનો વાસ ક્યાં છે, અને દેહ પડ્યા પછી ક્યાં જશે? ચોથી કહે છે કે ફક્ત બુદ્ધિથી આ સમજાતું નથી. પાંચમી કહે છે કે થોડું થોડું કરીને ઘણું ભેગું કર્યું, તોય જીવનનો ઘાટ ન બેઠો.

ભજનનો સંદેશ છે કે શરીર અને સંપત્તિ પાછળ આખું જીવન ન ખર્ચી નાખવું; સેવા, સદગુરુનો સંગ અને આત્માની ઓળખ જ સાચી કમાણી છે.

સંતવાણી અને સત્સંગમાં આ સાખીઓ સાથેનું ભજન ગંભીર ભાવથી ગવાય છે.