Guruji kirtan • Lyrics

મારા રુદિયામાં આંબો રોપ્યો

હારે અમે સંત ની સભા માં ગયા તા

Voice: Hansaben Poriya

મારા રુદિયામાં આંબો રોપ્યો

Guruji7K views14 Jul 20267:28

PDF / Print settings

Bhajan lyrics

18px
હારે અમે સંતની સભામાં ગ્યાતા હા રે મને ગુરુજી મળ્યાં છે જ્ઞાની રે મારા ગુરુજીએ આંબો રોપ્યો હા રે મને સતગુરુ સ્વામી મળ્યા હા રે મારા મનની ભ્રમણા ભાંગી રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે મારા ગુરુજીએ ગોઠલી આપી હા રે મારા હૃદયકમળમાં રોપી રે મારા ગુરુજીએ આંબો રોપ્યો હા રે મેં તો પ્રેમના પાણી પાયા હા રે એમાં કરુણાના કોટા ફૂટ્યા રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે એમાં દયા ધર્મની ડાળી ફૂટી હા રે એમાં દાન દયાની ડાળી ફૂટી હારે એતો ફાલીને બવ ફૂલી રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે એની ડાળીયે ફાલ બહુ આવ્યો હા રે એમાં મોરનો નથી કોઈ પાર મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે એમાં જીણી જીણી ખાખટી આવી હા રે મોટી થતા સંતોએ વેડી લીધી રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે મેં તો ધર્મનો દાબો નાખ્યો હા રે એને કેસરિયો રંગ લાગ્યો રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે મેં તો ઘોળી ઘોળીને રસ કાઢ્યો હા રે સંતો ભક્તોએ ભાવેથી ચાખ્યો રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે રસ ભક્ત નરસૈયાએ ચાખ્યો હા રે એના બાવન કામ વાલે કાર્ય રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે રસ મીરાબાઈએ ચાખ્યો હા રે વાલે ઝેરમાં દર્શન દીધા રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે રસ ભક્ત પ્રહલાદે ચાખ્યો હા રે વાલે સ્તંભમાં દર્શન દીધા રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે ધ્રુવ કુમારે ચાખ્યો હા રે વાલે અવિચળ પદ એને દીધા રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે આંબો ભાવથી જે ગાશે હા રે એનો વૈકુંઠમાં વાસ થશે રે મારા રુદિયામાં આંબો રોપ્યો હા રે એના જનમ મરણ મટી જશે રે મારા રુદિયામાં આંબો રોપ્યો

Meaning and explanation

About this bhajan

ગુરુકૃપાને આંબાના ઝાડ સાથે સરખાવતું આ સુંદર રૂપક-ભજન છે. ભક્ત કહે છે કે સંતની સભામાં જ્ઞાની ગુરુજી મળ્યા, મનની ભ્રમણા ભાંગી ગઈ, અને ગુરુએ “મારા રુદિયામાં આંબો રોપ્યો.” રુદિયું એટલે હૃદય; ગુરુએ હૃદયમાં ભક્તિનું ઝાડ ઉગાડ્યું.

આંબો ઊગવાની આખી પ્રક્રિયા કડીએ કડીએ આવે છે. ગુરુએ ગોટલી આપી અને ભક્તે તેને હૃદયકમળમાં રોપી. પ્રેમનાં પાણી પાયાં તો કરુણાના કોંટા ફૂટ્યા. પછી દયા, ધર્મ અને દાનની ડાળીઓ ફૂટી, મોર આવ્યો, ઝીણી ખાખટી બેઠી અને મોટી થતાં સંતોએ ઉતારી લીધી. ધર્મનો દાબો નાખ્યો તો કેસરિયો રંગ આવ્યો, અને ઘોળી ઘોળીને રસ કાઢ્યો જે સંતો-ભક્તોએ ભાવથી ચાખ્યો. આ રસ નરસૈયાએ, મીરાંબાઈએ, પ્રહલાદે અને ધ્રુવે ચાખ્યો — અને દરેકને ભગવાન કોઈ ને કોઈ રૂપે મળ્યા: મીરાંને ઝેરમાં, પ્રહલાદને સ્તંભમાં, ધ્રુવને અવિચળ પદરૂપે.

રૂપકનો અર્થ સરળ છે: ગુરુ બીજ આપે, પણ તેને પ્રેમથી સીંચવાનું, ધીરજ રાખવાનું અને ધર્મથી પકવવાનું કામ ભક્તનું છે. ત્યારે જ ભક્તિ મીઠા ફળ જેવી બને છે, જે બીજા સાથે વહેંચી શકાય.

છેલ્લે ભજન કહે છે કે જે આ “આંબો” ભાવથી ગાશે તેના જનમ-મરણ મટી જશે. ગુરુમહિમા અને સંતવાણીના સત્સંગમાં આ ભજન પ્રિય છે.