Shri Krishna kirtan • Lyrics

કૃષ્ણ સુદામા ની મિત્રતા નું અદ્ભુત કીર્તન

Krishna Bhajan

Voice: Hansaben Poriya

કૃષ્ણ સુદામા ની મિત્રતા નું અદ્ભુત કીર્તન

Shri Krishna2.8K views18 Jul 20265:15

PDF / Print settings

Bhajan lyrics

18px
જાખળ સુદામાની ઝુંપડી રે, પીળી પીપરડી ની છાય મારા વાલા સુદામા ને ચાર પાંચ દીકરા રે, ખાવાનો મળે અન્ન મારા વાલા ગોરાણી સુદામા ને વિનવે રે, નાથ દ્રારકા જાવ મારા વાલા ગોરાણી પાડોશીને ઘેર ગયા રે, તાંદુલ લાયવા છે માંગી મારા વાલા દસ બાર સીથરા માં વીંટીયા રે, નાથ દ્રારિકા જાવ મારા વાલા પોટલી માથે ચડાવ્યું રે, લાકડિ લીધી હાથ મારા વાલા પોરબંદર થી ચાલ્યા રે, આવ્યા દ્વારકા ધામ મારા વાલા ગોમતી સ્નાન કર્યા રે, પ્રભુ ને મળવા જાય મારા વાલા દરવાજે ઉભા પાળીયા રે, દરવાજે પહોંચી જવાય મારા વાલા ક્યા તે દેશથી આવ્યા રે, શું છે તમારા નામ મારા વાલા પોરબંદર થી આવ્યા રે, સુદામા મારું નામ મારા વાલા નામ સુની પ્રભુ દોડીયા રે, ભેટી પડ્યા છે ભાઈબંધ મારા વાલા ઉના તે પાણી મેલ્યા રે, પ્રભુ પખાડે પાવ મારા વાલા પીળા પીતાંબર પહેરાવ્યા રે, કાઢી નાખો તમારી ધોતી મારા વાલા વાલા ભાવતા ભોજન બનાવ્યા રે, જમવા બેઠા છે ભાઈબંધ મારા વાલા જમી પરવારી ઊભા થયા રે, બેસાડા હિંડોળા ખાટ મારા વાલા અષ્ટ પટરાણી સેવા કરે રે, બેસાડા સિંહાસન મારા વાલા મારા ભાભી હોસીલા રે, શું મોકલાવ્યો ભાગ મારા વાલા સુદામા પોટલી સંતાડતા રે, ભાળી ગયા ભગવાન મારા વાલા સોનાના ત્રાસ મંગાવ્યા રે, તાંદોલ ના ત્રાસ ભરાય મારા વાલા પેલી મુઠ્ઠી આરોગ્યા રે, બીજી ત્રીજી ને મોઠી મારા વાલા ત્રીજી મુઠિ આરોગતા રે, ઝૂપડી ના થયા કંચન મેલ મારા વાલા ચોથી મુઠી આરોગતા રે, લક્ષ્મીજીએ જાલ્યો હાથ મારા વાલા દસ બાર દિવસ વીતી ગયા રે, સુદામા માંગે વિદાય મારા વાલા પીળા પીતાંબર કાઢી નાખો રે, પહેરી લો તમારી ધોતી મારા વાલા દ્વારિકા થી સુદામા ચાલ્યા રે, આવ્યા પોરબંદર ધામ મારા વાલા સુદામા ઝુંપડી ગોતતા રે, છોકરા પાડી સાદ મારા વાલા ગોરાણી હિંડોળે હિચકે રે, ગોરાણી ઉતારે આરતી મારા વાલા ઝાખળ સુદામાની ઝૂંપડી રે, પીળી પીપરડી ની છાય મારા વાલા

Meaning and explanation

About this bhajan

કૃષ્ણ અને સુદામાની જાણીતી મિત્રતાની આખી કથા આ કીર્તનમાં કડીએ કડીએ ગવાઈ છે. દરેક કડીના અંતે આવતું “મારા વાલા” ગાનારનો પ્રેમ બતાવે છે, અને કથા જે ઝૂંપડીથી શરૂ થાય છે ત્યાં જ પૂરી થાય છે — પણ ત્યાં સુધીમાં બધું બદલાઈ ગયું હોય છે.

પીળી પીપરડીના છાંયે સુદામાની ઝૂંપડી છે, ઘરમાં ચાર-પાંચ બાળકો છે અને ખાવા પૂરતું અન્ન પણ નથી. ગોરાણી સમજાવે છે કે દ્વારકા જાવ, અને પાડોશી પાસેથી માગીને થોડા તાંદુલ ફાટેલા કપડામાં બાંધી આપે છે. સુદામા પોરબંદરથી દ્વારકા આવે છે, ગોમતીમાં સ્નાન કરે છે. દરવાને નામ પૂછ્યું અને “સુદામા” સાંભળતાં જ પ્રભુ દોડીને ભેટી પડ્યા. ગરમ પાણીથી પગ ધોયા, પીતાંબર પહેરાવ્યાં, ભાવતાં ભોજન જમાડ્યાં અને સિંહાસને બેસાડ્યા. સુદામા પોટલી સંતાડતા હતા, પણ ભગવાને જોઈ લીધી અને પ્રેમથી મુઠ્ઠી ભરીને તાંદુલ આરોગ્યા. ભજનમાં ગવાય છે કે ત્રીજી મુઠ્ઠીએ ઝૂંપડીના કંચનમહેલ થઈ ગયા, અને ચોથી મુઠ્ઠીએ લક્ષ્મીજીએ હાથ ઝાલ્યો.

આ કથાનો સંદેશ સાફ છે: ભગવાન ભેટની કિંમત નથી જોતા, ભાવ જુએ છે. ગરીબ મિત્રની મુઠ્ઠીભર તાંદુલ પ્રેમથી ધરાઈ, એટલે દ્વારકાધીશને એ મીઠાઈ જેવી લાગી. સાચી મિત્રતામાં ઊંચ-નીચ કે અમીર-ગરીબનો ભેદ રહેતો નથી.

વાર્તાની જેમ આગળ વધતું આ લાંબું કીર્તન સત્સંગમાં બહેનો સાથે મળીને ગાય છે.