रामापीर कीर्तन • लिरिक्स

રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો

Ramdevpir Bhajan

स्वर: हंसाबेन पोरिया

રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો

रामापीर12K व्यूज़19 सित. 20266:44

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો...... હે એવો વડલો રે વરસો રે સાચા મોતીડે... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો..... હે એવા આવી ને ઉભા રે કુવા ને કાઠડે.... પાદર ની પનિહારી તું છો મારી બેન રે.... હે એવો મારગડો બતાવ રે પોકરણ શહેર નો.... ડાબો મારગ વીરા દુવારકા મા જાય જો.... હે એવો જમણો રે મારગડો પોકરણ શહેર નો.... રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો.... હે એવો વડલો રે વરસ્યો રે સાચા મોતીડે.... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો.... હે એવા આવી ને ઉભા રે ગાયું ના ગોંદરે.... ગાયુ ના ગોવાળ તું છો મારો વીર જો.... હે એવો મારગડો બતાવ રે પોકરણ શહેર નો.... ડાબો મારગ વીરા દુવારકા મા જાય જો.. હે એવો જમણો રે મારગડો પોકરણ શહેર નો... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો..... હે એવા આવીને ઊભા રે રાજા ના મહેલમાં.. રાજા ના પ્રધાન તુ છો મારો વીર જો.... હે એવા કયાં રે નગર ને કોણ છે રાજીયો.... ઘોડા ના ખેલ નાર કવ છું મારા વીર જો.... હે એવા પોકરણ શહેર ને અજમલ રાજયા... રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો.... હે એવો વડલો રે વરસ્યો રે સાચા મોતીડે

अर्थ और व्याख्या

भजन के बारे में

આ લોકભજનમાં રામદેવજી અને તેમના ભાઈ વીરમદેવ વડલા નીચે ઊભા છે, અને એ વડલો “સાચા મોતીડે” વરસ્યો છે — એટલે કે તેમના આગમનથી ધરતી ધન્ય થઈ છે. ભજનની ધ્રુવપંક્તિ આ દૃશ્ય પર વારંવાર પાછી આવે છે.

ત્યાંથી રામદેવ દોટ મૂકે છે અને પોકરણ શહેરનો રસ્તો પૂછતા જાય છે. પહેલાં કૂવાને કાંઠે પાણી ભરતી પનિહારીને “તું છો મારી બેન” કહીને રસ્તો પૂછે છે. તે કહે છે કે ડાબો રસ્તો દ્વારકા જાય છે અને જમણો પોકરણ. પછી ગામના ગોંદરે ગાયોના ગોવાળને “તું છો મારો વીર” કહીને પૂછે છે, અને તે પણ એ જ રસ્તો બતાવે છે. છેલ્લે રાજાના મહેલમાં પ્રધાનને પૂછે છે કે કયું નગર છે અને રાજા કોણ છે; જવાબ મળે છે — પોકરણ શહેર અને અજમલ રાજા. રામદેવજી અજમલજીના પુત્ર તરીકે જાણીતા છે, અને દ્વારકાનો ઉલ્લેખ તેમને દ્વારકાધીશ સાથે જોડતી ભક્તોની શ્રદ્ધાની યાદ અપાવે છે.

ભજનમાં એક મીઠી વાત છે: રામદેવજી અજાણી પનિહારીને બહેન અને ગોવાળને ભાઈ કહીને બોલાવે છે. સૌને પોતાના ગણવાનો આ ભાવ જ રામાપીરની ઓળખ છે, જેમને દરેક સમાજના લોકો પ્રેમથી પૂજે છે.

રામાપીરના પાટ અને બીજના સત્સંગમાં આવાં કથાભજનો ગવાય છે.