रामापीर कीर्तन • लिरिक्स

રામદેવ વિરમદેવ બેય ભાઈ બાંધવા રે

Ramapir Bhajan

स्वर: हंसाबेन पोरिया

રામદેવ વિરમદેવ બેય ભાઈ બાંધવા રે

रामापीर61K व्यूज़14 अग. 202613:01

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
રામદેવ વિરમદેવ બેય ભાઈ બાંધવા રે બે ભાઈ દડુંલે રમવા જાય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ત્યાંથી ચાલ્યા છે બે ભાઈ બાંધવા રે રમવા આવ્યા ગોવાળિયાની સાથ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે હાર જીતની બાજી રામે માંડી રે દડો પડ્યો છે ભેરબાની ભોંય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે રામને ભેરવાની બીક બહુ લાગતી રે તમે ઘરે જાઓ વિરમદેવ બાંધવા રે દડો લઈને હું આવીશ આજ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે રામને આવતા તે બાળનાથ જોઈ ગયા રે ક્યાંથી આવો છો નાનેરા બાળ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે મારો દડો પડ્યો છે આ ભોંયમાં રે દડો લેવાને આવ્યો છું અહીંયા રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે દડો લઈને તે ઘરે જાવ બાલુડા રે આ છે ભેરબા કેરી ભોંય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે અમને ભેરબાની બીક બહુ લાગતી રે અમને રોકો ને આજની રાત રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે પીર પોઢે ઓઢાડે નાથ ગોદડી રે ત્યાં તો ભેરબો આવી જાય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે પીરને સુતા તે ભેરબો જોઈ ગયો રે ખેંચે ગોદડી ને નો આવે તાગ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ભેરબે મનમાં વિચાર્યું રે આ તો કોઈ આવ્યું છે ભગવાન રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ગુરુ શરણે તે ભેરબાને માર્યો રે એને ભંડાર્યો ભૂમિની માય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ગુરુ શરણે તે બાળનાથ બોલ્યા રે અમને દક્ષિણા દેતા જાવ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે અમને દક્ષિણામાં શું તમે આપશો રે એનું પ્રમાણ દેતા જાવ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે એક નાનું રણુજા ગામડું રે વાલે વસાવ્યું રણુજા ગામ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ગુરુ શરણે તે બાળનાથ બોલ્યા રે તારો દડો ચાર યુગમાં ગવાય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે દડો ગાય, શીખે ને સુણે સાંભળે રે એનો બાબાના ચરણોમાં વાસ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે

अर्थ और व्याख्या

भजन के बारे में

રામદેવપીરના બાળપણની એક કથા ગાતું આ ભજન “દડો” તરીકે ઓળખાય છે; તેની ટેક છે “રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે.” રામદેવ અને વિરમદેવ બે ભાઈ ગોવાળિયાઓ સાથે દડે રમવા જાય છે, અને ત્યાંથી આખી કથા આગળ વધે છે.

રમતાં રમતાં દડો ભેરવ (ભેરબા) નામના રાક્ષસની ભૂમિમાં જઈ પડે છે. રામદેવ નાના ભાઈને ઘરે મોકલી પોતે દડો લેવા જાય છે. ત્યાં ગુરુ બાળનાથ તેમને જુએ છે અને ચેતવે છે કે આ ભેરબાની ભોંય છે. બાળક રામદેવ રાત રોકાવાની વિનંતી કરે છે, અને ગુરુ તેમને ગોદડી ઓઢાડીને સુવડાવે છે. ભેરબો આવીને ગોદડી ખેંચે છે, પણ તેનો છેડો જ આવતો નથી; ત્યારે તેને સમજાય છે કે આ તો કોઈ ભગવાન છે. ગુરુના શરણે રહીને રામદેવ ભેરબાને મારીને ધરતીમાં ભંડારી દે છે. પછી ગુરુ દક્ષિણા માગે છે, અને એ ભૂમિ પર રણુજા ગામ વસે છે.

કથાનો સાર એ છે કે ગુરુનું શરણ અને ભગવાનની શક્તિ સાથે હોય ત્યારે ગમે તેવો ભય દૂર થાય છે. ગુરુ બાળનાથ આશીર્વાદ આપે છે, “તારો દડો ચાર યુગમાં ગવાય”, અને જે આ દડો ગાય, શીખે કે સાંભળે તેનો બાબાના ચરણોમાં વાસ થાય — એવી ભક્તોની શ્રદ્ધા છે.

રામાપીરના પાટ અને બીજના સત્સંગમાં આ દડો કથા-ગાન રૂપે નિરાંતે ગવાય છે.