Satsang kirtan • Lyrics

વેલા આવો મોડા આવો એમાં વાંધો નય સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં

vato karsho nai

Voice: Hansaben Poriya

વેલા આવો મોડા આવો એમાં વાંધો નય સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં

Satsang4.6K views17 Jan 20267:05

PDF / Print settings

Bhajan lyrics

18px
વેલા આવો મોડા આવો એમાં વાંધો નહીં સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં તાળી પાડો નો પાડો એમાં વાંધો નહીં બીજા તાળી પાડે એમાં ભંગ કરશો નહીં દીકરા ને દીકરી ભલે પરણાવ્યા કન્યાદાન દીધા તો ભલે ને દીધા મેં દીધું મેં દીધું એમ કરશો નહીં સત્સંગમાં આવ્યા પછી... સાધુ ને સંતો ભલે તેડાવ્યા પુણ્યદાન કર્યા તો ભલેને કર્યા મેં કર્યું મેં કર્યું એમ કેશો નહીં સત્સંગમાં આવ્યા પછી... સાસુ રે સસરા ને ભલે રાખ્યા શીરો ખવડાવ્યો હતો ભલે ખવડાવ્યો મેં ખવડાવ્યો મેં ખવડાવ્યો એમ કહેશો નહીં સત્સંગમાં આવ્યા... કથામાં જાવ તો ભાવથી રે જાજો સત્સંગમાં જાવ તો પ્રેમથી રે જાજો હું ગઈ થી હું ગઈ થી એમ કરશો નહીં સત્સંગમાં આવ્યા... બંગલા બનાવો તો ભલે બનાવો મોટર રચાવી તો ભલે રચાવી બાંગ્લા મેં બનાવ્યા મેં બનાવ્યા એમ કરશો નહીં સત્સંગ માં આવ્યા.. વેલા આવો મોડા આવો એમાં વાંધો નહીં સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં તાળી પાડો નો પાડો એમાં વાંધો નહીં બીજા તાળી પાડે એમાં ભંગ કરશો નહીં સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં સત્સંગ કીર્તન સત્સંગ ભજન ગુજરાતી સત્સંગ ગીત સંતવાણી કીર્તન ભક્તિ ગીત ગુજરાતી નમ્રતા વિષયક કીર્તન અહંકાર છોડવા માટેનું ભજન સંતસંગ મહિમા સાધુ સંતોની વાણી ગુજરાતી ધાર્મિક કીર્તન સત્સંગ ભાવ

Meaning and explanation

About this bhajan

“વેલા આવો મોડા આવો એમાં વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં” — હળવી ભાષામાં આ કીર્તન સત્સંગની મર્યાદા અને નમ્રતાનો પાઠ શીખવે છે. ટકોર મીઠી છે, પણ વાત સાચી છે.

પહેલી શીખ શિસ્તની છે: તાળી પાડો કે ન પાડો, પણ બીજા તાળી પાડતા હોય તેમાં ભંગ ન પાડવો. પછીની કડીઓ અભિમાન સામે છે. દીકરા-દીકરી પરણાવ્યાં, કન્યાદાન દીધાં, સાધુ-સંતોને તેડાવ્યા, પુણ્યદાન કર્યાં, સાસુ-સસરાને સાચવ્યાં અને શીરો ખવડાવ્યો, બંગલા બનાવ્યા કે મોટર લીધી — તો ભલે કર્યું, પણ “મેં કર્યું, મેં કર્યું” એમ કહેતાં ન ફરવું. કથા કે સત્સંગમાં જવું તો ભાવ અને પ્રેમથી જવું, “હું ગઈ'તી” એવો દેખાડો ન કરવો.

આ ભજનનો સાર છે: સારું કામ કરવું, પણ તેનો “હું” ન રાખવો. જ્યાં “મેં” આવે ત્યાં પુણ્યનો સ્વાદ ઓછો થઈ જાય છે. સત્સંગ એ બીજાની વાતો કે પોતાનાં વખાણ કરવાની જગ્યા નહીં, પણ શાંતિથી ભગવાનમાં મન જોડવાની જગ્યા છે.

સત્સંગ મંડળમાં, ખાસ કરીને બહેનોના સત્સંગમાં, આ કીર્તન હસતાં-હસતાં સૌને ટકોર કરવા ગવાય છે.