श्री कृष्ण कीर्तन • लिरिक्स
ઉગમણેથી રથડો રે આવ્યો
મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે
स्वर: हंसाबेन पोरिया
ઉગમણેથી રથડો રે આવ્યો
PDF / प्रिंट सेटिंग्स
भजन लिरिक्स
अर्थ और व्याख्या
भजन के बारे में
ભાઈ-બહેનના પ્રેમ અને નણંદને માન આપવાની વાત કહેતું આ લોકભજન છે. ઉગમણી દિશાએથી રથ આવે છે — સુભદ્રાબેન પોતાના વીરા કૃષ્ણને ઘેર મળવા આવ્યાં છે. દરેક કડીના અંતે આવતું “મારા વાલા” ગીતને ઘરગથ્થુ, લાડભર્યો સૂર આપે છે.
લોકગીતની પરંપરામાં અહીં રાધાજીને કૃષ્ણના ઘરનાં વહુ તરીકે બતાવ્યાં છે. ઓસરીએ ઊભાં રાધાજી નણંદને જોઈને મોઢું બગાડે છે અને માન નથી આપતાં. સુભદ્રાની આંખે આંસુ આવે છે અને મા-બાપ સાંભરે છે. ઘર પાછળ વાંસળી વાગે છે, કાનુડો આવે છે અને ભાઈ-બહેન ભેટી પડે છે. ભાઈ આંસુનું કારણ પૂછે ત્યારે બહેન અપમાનની વાત છુપાવીને કહે છે કે પીપળાનાં પાન ખરવા લાગ્યાં છે — મા-બાપ ઘરડાં થયાં છે, એની ચિંતા છે. સાંજે વિદાય વખતે સહેલીઓ વળાવવા આવે છે, પણ ભાભી નથી આવતાં; કૃષ્ણ ક્રોધે ભરાઈ રાધાજીને પિયર જવાનું કહે છે. ત્યારે સુભદ્રા જ ભાભીનો પક્ષ લઈને કહે છે, “પિયરની પાલખી ને સાસરાની શૂળી, તોય શૂળી સારી” — સ્ત્રીનું સ્થાન સાસરે જ શોભે.
ભજનનો સાર છેલ્લી કડીમાં સીધો કહેવાયો છે: “નણંદ આવે તો બેન કહી બોલાવજો.” ઘરમાં આવતાં સગાંને પ્રેમ અને માન આપવાં, અને અપમાન થાય તોય મન મોટું રાખવું — સુભદ્રાનું વર્તન એ જ શીખવે છે. અંતે નરસિંહ મહેતાના સ્વામી શામળિયા પાસે વ્રજમાં વાસ માગવામાં આવે છે.
“સત્સંગી બેન” ને સંબોધન હોવાથી આ ભજન બહેનોના સત્સંગ મંડળમાં ખાસ ગવાય છે.