गुरुजी कीर्तन • लिरिक्स

હારે મારું નાવ દરિયામાં ઝૂરે ગુરુજી ભવસાગર થી તારજો

Gujarati kirtan Guru Bhajan

स्वर: हंसाबेन पोरिया

હારે મારું નાવ દરિયામાં ઝૂરે ગુરુજી ભવસાગર થી તારજો

गुरुजी8.2K व्यूज़28 अक्टू. 20268:46

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
| Gujarati Bhajan Lyrics હારે મારું નાવ દરિયામાં ઝૂરે ગુરુજી ભવસાગર થી તારજો હા રે હું તો ભવસાગરમાં ઝૂરું ગુરુજી ભવસાગર થી તારજો હા રે હું તો ઝંઝાળી જેલમાં ઝુરુ ગુરુજી ભાવસાગર થી તારજો હારે મોહ રુપી મગર છે મોટો હા રે તે તો પડતો નથી વિખુટો હા રે મને પકડ્યું છે જબરા જોરે ગુરુજી ભવસાગર છે તારજો હારે પડ્યું ગાબડું નીર ભરાણા હા રે નિર દેખી મન મુંજાણા હા રે મારૂ ચિત ચડ્યું ચકડોળે ગુરુજી ભવસાગર થી તારજો હારે કાયા કંપેને કાળજુ કોરાય છે હા રે મારા સદગુરુ સહાય કરે છે હારે મારા હૃદય કમળની છાયા ગુરુજી ભાવસાગર થી તારજો હારે આભ ઉંચે ને નીચે છે ધરતી હા રે મારી વૃતિ તે ક્યાંય નથી ઠરતી હારે હું તો આવી તમારે દ્વારે ગુરુજી ભાવસાગર થી તારજો હારે મને સંસાર લાગે છે ખારો હા રે મને ગુરુજી જ્ઞાન બતાવો હારે મારા જીવનની નાવડી તારો ગુરુજી ભાવસાગર થી તારજો હારે હું તો જન્મો જનમની છું આંધળી હારે મારા સદગુરુ સ્વામીની વધામણી હા રે મને સહજાત્મક સ્વરૂપ ઓળખાવ્યું ગુરુજી ભાવસાગર થી તારજો હારે મને શિરોમણી સંત ગુરુ મળ્યા હારે મારા જન્મ મરણના ફેરા ટળિયા હારે હું તો અખંડ આનંદ સુખ પામી ગુરુજી ભવસાગર થી તારજો હારે મારું નામ દરિયામાં ઝૂરે ગુરુજી ભાવસાગરજી તારજો

अर्थ और व्याख्या

भजन के बारे में

સંસારને દરિયો અને જીવનને નાવ તરીકે જોતું આ ગુરુ મહિમાનું ભજન છે. ટેક છે, “મારું નાવ દરિયામાં ઝૂરે, ગુરુજી ભવસાગરથી તારજો.” ભક્ત પોતાને આ જંજાળની જેલમાં ઝૂરતો અનુભવે છે અને સદ્‌ગુરુને બચાવવા વિનંતી કરે છે.

કડીઓમાં સંકટનું ચિત્ર એક પછી એક ઘેરું થાય છે. મોહરૂપી મોટો મગર નાવને જોરથી પકડી રાખે છે અને છોડતો નથી. નાવમાં ગાબડું પડ્યું છે, પાણી ભરાય છે, અને એ જોઈને મન મૂંઝાય છે — ચિત્ત ચકડોળે ચડ્યું છે. કાયા કંપે છે, કાળજું કોરાય છે. ઉપર આકાશ ને નીચે ધરતી, પણ મનની વૃત્તિ ક્યાંય ઠરતી નથી; સંસાર ખારો લાગે છે. ત્યારે ભક્ત ગુરુના દ્વારે આવે છે અને જ્ઞાન માગે છે. પછી ભજનમાં વળાંક આવે છે: “જન્મોજનમની આંધળી” ને સદ્‌ગુરુએ સહજાત્મ સ્વરૂપ ઓળખાવ્યું — એટલે કે પોતાના સાચા આત્મસ્વરૂપની ઓળખ કરાવી.

ભજનનો સંદેશ એ છે કે મોહ અને અશાંતિના તોફાનમાં સાચો કિનારો સદ્‌ગુરુનું જ્ઞાન છે. અંતે ભક્ત કહે છે કે શિરોમણી સંતગુરુ મળ્યા, જન્મ-મરણના ફેરા ટળ્યા અને “અખંડ આનંદ સુખ” મળ્યું. ગુરુ પ્રત્યેની આવી શ્રદ્ધા ગુરુ મહિમાના સત્સંગમાં ભાવથી ગવાય છે.