श्री कृष्ण कीर्तन • लिरिक्स

રામ લક્ષ્મણ ફરે વનમાં વનમાં સીતાજી ને ગોતે

स्वर: हंसाबेन पोरिया

રામ લક્ષ્મણ ફરે વનમાં વનમાં સીતાજી ને ગોતે

श्री कृष्ण1.4K व्यूज़16 सित. 20255:13

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
રામ લક્ષ્મણ કીર્તન, રામ લક્ષ્મણ ભજન રામ લક્ષ્મણ ફરે વનમાય વનમાં સીતાજીને ગોતે રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા વનમાં જટાયુ રામને પુકારે રામે સાંભળ્યો છે એનો સાદ જટાયુ રામ રામ બોલે આઘોર વનમાં વીરા કોણ મને ભજે ચાલોને ભાઈ આપણે ભગતને ગોતીએ રામ લક્ષ્મણ ગોતે વનમાંય જટાયુ રામ રામ બોલે રામ લક્ષ્મણ જટાયુની પાસે રે આવ્યા ઘાયલ જટાયુને ખોળામાં લીધા માથે ફેરવે છે રામ હાથ જટાયુ રામ રામ બોલે રામ જટાયુને પૂછવા રે લાગ્યા કોણે જટાયુ તને ઘાયલ કર્યો જટાયુ કરે રામને વાત જટાયુ રામ રામ બોલે લંકાનો રાવણ સીતાજીને લાય ગયો સીતાજીને છોડવાને પાછળ દોડ્યો રાવણ સાથે કર્યું મેં તો યુદ્ધ જટાયુ રામ રામ બોલે રાવણે મારી એક પાંખ કાપી નાખી દશા મારી જોઈ સીતાએ વચન મને આપ્યા રામ આવ્યા પછી જશે પ્રાણ જટાયુ રામ રામ બોલે રામ જટાયુને વાત જ કરે છે કે તો જટાયુ તને જીવતદાન આપું કે તો રે રાખું અમર નામ જટાયુ રામ રામ બોલે હાથ જોડી જટાયુ રામને કે છે હવે પ્રભુ મારી એક જ ઈચ્છા તમે આપોને અગ્નિદાહ જટાયુ રામ રામ બોલે રામે જટાયુને પાણી જ પાયુ લક્ષ્મણવીરાએ એની ચિતા રે ખડકી રામે રાખ્યા છે અમરનામ જટાયુ રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વનમાય વનમાં સીતાજીને ગોતે રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા વનમાં જટાયુ રામને પુકારે રામે સાંભળ્યો છે એનો સાદ જટાયુ રામ રામ બોલે

अर्थ और व्याख्या

भजन के बारे में

રામાયણનો જટાયુ પ્રસંગ આ ભજનમાં કરુણ અને ભાવભર્યા શબ્દોમાં ગવાયો છે. સીતાજીને શોધતા રામ-લક્ષ્મણ ઘોર વનમાં ફરે છે, ત્યાં ઘાયલ જટાયુ રામને પુકારે છે. દરેક કડીને અંતે આવતું “જટાયુ રામ રામ બોલે” બતાવે છે કે છેલ્લી ઘડી સુધી જટાયુના હોઠે રામનું જ નામ છે.

રામ લક્ષ્મણને કહે છે, ચાલો આ ઘોર વનમાં મને ભજનાર ભક્તને શોધીએ. તેઓ જટાયુ પાસે પહોંચે છે; રામ તેને ખોળામાં લઈ માથે હાથ ફેરવે છે અને પૂછે છે કે તને કોણે ઘાયલ કર્યો. જટાયુ કહે છે કે લંકાનો રાવણ સીતાજીને લઈ ગયો, તેમને છોડાવવા મેં યુદ્ધ કર્યું, રાવણે મારી પાંખ કાપી નાખી, અને સીતાજીના વચને રામનાં દર્શન સુધી પ્રાણ ટક્યા. રામ તેને જીવતદાન કે અમર નામ આપવાની વાત કરે છે, પણ જટાયુ માત્ર એટલું માગે છે કે પ્રભુ પોતે અગ્નિદાહ આપે. રામ તેને પાણી પાય છે, લક્ષ્મણ ચિતા ખડકે છે અને રામ જટાયુનું નામ અમર કરે છે.

આ ભજનનો સંદેશ એ છે કે બીજાની રક્ષા માટે નિઃસ્વાર્થ ભાવે આપેલું બલિદાન ભગવાનને સૌથી વહાલું છે. એક પક્ષીને પણ રામે પોતાના ખોળામાં સ્થાન આપ્યું, એ બતાવે છે કે પ્રભુ માટે ભક્તનો ભાવ જ મોટો છે, તેનું રૂપ કે જાતિ નહીં.

રામકથા અને રામભક્તિના સત્સંગમાં આ ભજન ગવાય છે.