गुरुजी कीर्तन • लिरिक्स

અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં

Arjun betha rath ma

स्वर: हंसाबेन पोरिया

અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં

गुरुजी12K व्यूज़13 नव. 20256:00

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં હે ભગવાન આ પંથ શેનો છે પુણ્ય પાપ નો કેડો છે પણ ઘણો લાંબો છે હે ભગવાન આ પાપનો કેડો છે અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં હે ભગવાન આ પાપ કેના છે ચૂલે છાણું ભાંગ્યું હોય દિવે દીવો કર્યો હોય હે અર્જુન આ પાપ એના છે ગાયના ગોબર ખેડયા હોય સરોવર પાળ તોડી હોય હે અર્જુન આ પાપ એના છે ચણતા પંખી ઉડાડ્યા હોય ગરીબના ધન લૂટ્યા હોય એ અર્જુન આ પાપ એના છે ગાયને પાટુ માર્યું હોય ગુરુને ગાળ દીધી હોય હે અર્જુન આ પાપ એના છે બ્રાહ્મણને જમાડ્યા છે ભાણેજ ભૂખ્યા રાખ્યા છે એ અરજુન આ પાપ એના છે અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં હે ભગવાન રથ પાસા વાળજો મન મારું મૂંઝાય છે દિલ મારું દુભાઈ છે હે ભગવાન રથ પાછા વાળજો અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં હે ભગવાન આ પુણ્ય સેના છે શિવને મંદિરે જાતા હોય ઘીનો દીવો કરતા હોય એ અર્જુન આ પુણ્ય એના છે ગૌશાળામાં જતા હોય ગાયને ઘાસ નાખતા હોય એ અરજુન આ પુણ્ય એના છે ભૂખ્યાને ભોજન આપ્યા હોય તરસ્યાને પાણી પાયા હોય એ અરજુન આ પુણ્ય એના છે દુખિયાના આંસુ લૂસિયા હોય ગરીબના અંગ ઢાંક્યા હોય એ અર્જુન આ પુણ્ય એના છે પંખીને ચણ નાખી હોય ગરીબને દાન દીધા હોય અર્જુનના પુણ્ય એના છે માવતર ની સેવા કરી હોય ભાણેજને જમાડ્યા હોય એ અર્જુનના પુણ્ય એના છે કથા કીર્તન કરતા હોય ભક્તિનું ભાથુ ભરતા હોય એ અર્જુન આ પુણ્ય એના છે ભગવાન ગીતા વાંચતા હોય ધર્મનું કામ કરતા હોય એ અરજુન આ પુણ્ય એના છે અર્જુન બેઠા રથમાં પૂછે ભગવાનને વાટમાં હે ભગવાન આ પંથ શેનો છે

अर्थ और व्याख्या

भजन के बारे में

રથમાં બેઠેલા અર્જુન રસ્તામાં ભગવાનને પૂછે છે: “હે ભગવાન, આ પંથ શેનો છે?” આ લોકભજનમાં અર્જુન અને શ્રીકૃષ્ણનો સંવાદ ગૂંથીને પાપ અને પુણ્યની સાદી, ઘર ઘરની ભાષામાં સમજ આપવામાં આવી છે. ભગવાન કહે છે કે આ પુણ્ય-પાપનો કેડો છે, અને તે ઘણો લાંબો છે.

પહેલાં ભગવાન પાપ ગણાવે છે: સરોવરની પાળ તોડવી, ચણતાં પંખીને ઉડાડવાં, ગરીબનું ધન લૂંટવું, ગાયને પાટુ મારવું, ગુરુને ગાળ દેવી, અને બ્રાહ્મણને જમાડીને ઘરના ભાણેજને ભૂખ્યા રાખવા. આ સાંભળીને અર્જુનનું મન મૂંઝાય છે અને તે કહે છે, “હે ભગવાન, રથ પાછા વાળજો.” પછી તે પુણ્યનો પંથ પૂછે છે. ભગવાન કહે છે: શિવમંદિરે ઘીનો દીવો કરવો, ગાયને ઘાસ નાખવું, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું, દુખિયાનાં આંસુ લૂછવાં, ગરીબનાં અંગ ઢાંકવાં, પંખીને ચણ નાખવી, માવતરની સેવા કરવી, કથા-કીર્તન કરવાં અને ગીતા વાંચવી.

ભજનનો સંદેશ એ છે કે પાપ અને પુણ્ય મોટાં મોટાં કામોમાં જ નથી; રોજના નાના વર્તનમાં — પશુ-પંખી, ગરીબ, વડીલ અને ઘરના સભ્યો સાથેના વ્યવહારમાં — આપણો રસ્તો ઘડાય છે. કરુણા અને સેવા એ જ “ભક્તિનું ભાથું” છે.

સત્સંગ મંડળમાં આ પ્રકારનાં સંવાદ-ભજન કથાની જેમ ગવાય છે અને સાંભળનારને સહેલાઈથી યાદ રહી જાય છે.