सत्संग कीर्तन • लिरिक्स

નો જોવાનું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો

no jova nu joyu re hal hal to kaliyug aavyo

स्वर: हंसाबेन पोरिया

નો જોવાનું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો

सत्संग3.9K व्यूज़16 जन. 20268:02

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
નો જોવાનું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો સપને નહોતું જાણ્યું રે હળ હળ તો કળિયુગ આવ્યો વ્યવહાર રોતો ઓછા થયા સબંધો તો તૂટી ગયા મન થઈ ગયા થોડા રે હરહર તો માનને સન્માન ગયા વડીલોના માન ગયા ઘરડાઘર થયા રે હળ હળ તો લાકડાને છાણાં ગયા ચુલાના એંધાણ ન રહ્યા ગેસની રસોઈયો રે હળ હળ તો ગાયોને બળદિયા ગયા બોકરડા ના દૂધ ગયા કોથળી એ દૂધ આવ્યા રે હર હર તો કેરોસીન ના દિવા ગયા ફાનસના તો એંધણ ગયા દોરડે દીવા આવ્યા રે હળ હળ તો સીધા સાદા પ્રસંગ ગયા દેશી ઘી ના ખાણા ગયા પરપંચ તો બહુ વધારે હળ તો સારથી આ તો ઉભા રહ્યા પગત ના એંધાણ ગયા ચાલતા ચાલતા થાણા રે હળ હળ તો પાનેતરના માન ગયા ચુંદડી ને મોડીયા ગયા ભાડાના લુગડે લગન રે હળતો માથે તો ઓઢવાના ગયા આગળના તો છેડા ગયા એ લાજ મેલી નેવે રે હળતો કપડા આછા ટૂંકા થયા વાળ તો વળી ટૂંકા થયા એ મર્યાદાઓ મેલી રે હળ હળ તો દીકરા અને દીકરીઓ જોવે એક જ ડ્રેસમાં ફરતા જોવે આંખો ખોલી જુવે રે હળ હળ તો ભારત દેશ લજાવ્યો રે હળ તો પાઘડીને પણિયા ગયા ઝભ્ભા ને વળી લેંઘા ગયા એ પેન્ટ ટીશર્ટ આવ્યા રે તો નીતિને ધર્મ ગયા શાસ્ત્રને પુરાણ ગયા દિલમાં નય દયારે હળ હળ તો હજી સમય છે સમજી લેજો વિચારીને કેતી જાજો પાછળથી પસ્તાશો રે હળ હળ તો મારે ને તમારે ઘરે જગમાં હાહાકાર થયો જોયું એવું કીધું રે હળ હળ તો કળિયુગ આવ્યો

अर्थ और व्याख्या

भजन के बारे में

“નો જોવાનું જોયું રે, હળહળ તો કળિયુગ આવ્યો” — આ કીર્તનમાં જૂની પેઢીની નજરે બદલાતા સમાજનું ચિત્ર છે. જે સપનામાં પણ નહોતું ધાર્યું તે આંખ સામે થતું જોઈને ગાનાર કહે છે કે આ તો કળિયુગ આવ્યો.

કડીઓમાં એક પછી એક ફેરફાર ગણાવ્યા છે: વહેવાર ઓછા થયા અને સંબંધો તૂટ્યા; વડીલોનું માન ગયું અને ઘરડાઘર થયાં. લાકડાં-છાણાંના ચૂલા ગયા અને ગેસની રસોઈ આવી; ગાય-બળદ ગયાં અને દૂધ કોથળીમાં આવ્યું; ફાનસ ગયાં અને વીજળીના દીવા આવ્યા. સાદા પ્રસંગો, દેશી ઘીનાં ભોજન અને પંગતમાં બેસીને જમવાની રીત ગઈ; પાનેતર-ચૂંદડીનું માન ઘટ્યું અને ભાડાનાં કપડે લગન થવા લાગ્યાં. પહેરવેશ બદલાયો, અને નીતિ, ધર્મ, શાસ્ત્ર અને દિલની દયા ઓછાં થયાં એવી ફરિયાદ છે.

આ ભજનમાં દરેક નવી વસ્તુનો વિરોધ નથી; મૂળ ચિંતા એ છે કે સગવડો વધતાં સંબંધ, માન-મર્યાદા અને દયા જેવાં મૂલ્યો ન ખોવાઈ જાય. એટલે જ કહે છે, “હજી સમય છે સમજી લેજો, પાછળથી પસ્તાશો.” બદલાવ સાથે પણ વડીલોનો આદર અને ધર્મની સમજ જાળવી રાખવી, એ આ કીર્તનની શીખ છે.

સત્સંગ મંડળમાં સમાજની વાતો સાથે જોડાયેલાં આવાં કીર્તન રસથી ગવાય છે.