सत्संग कीर्तन • लिरिक्स

માટી ના પુતળા તને કેટલું અભિમાન છે

હૃદયસ્પર્શી ગુજરાતી કીર્તન

स्वर: हंसाबेन पोरिया

માટી ના પુતળા તને કેટલું અભિમાન છે

सत्संग2.8K व्यूज़12 जून 20267:06

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
🌹 માટી ના પુતળા તને કેટલું અભિમાન છે કેટલું અભિમાન તને, કેટલું અભિમાન છે માટી ના પુતળા તને... જુવાની જાશે, તને ઘડપણ આવશે માથાના વાળ તારા ધોળા થઈ જાશે માટી ના પુતળા તને... પ્રભુ ભજન વિના જિંદગી વહી જશે જિંદગી વહી જાય, તારી એળે ચાલી જાય છે માટી ના પુતળા તને... પુણ્ય કરેલું તારી સાથે રે આવશે કરેલા કર્મ તારે ભોગવવા પડશે માટી ના પુતળા તને... માટીના પૂતળા તને શેનું ગુમાન છે વોરંટ લઈને પેલા જમડા રે આવશે જમડા રે આવશે ત્યારે જોર નહીં ચાલશે માટી ના પુતળા તને... લીલુડા વાંસની તારી પાલખી બનાવશે પાલખીએ ચાર ચાર શ્રીફળ બંધાશે માટી ના પુતળા તને... પહેલો વિસામો તારા ઘરના રે ઓરડે બીજો વિસામો તારો ઉંબરાની બહાર છે માટી ના પુતળા તને... ત્રીજો વિસામો તારો ઝાંપાની બહાર છે ચોથો વિસામો તારો સ્મશાન ઘાટ છે માટી ના પુતળા તને... બાળ ગોપાળ તારા રોતા રહી જાશે આવેલો હંસલો એકલો ઉડી જાય છે માટી ના પુતળા તને... પ્રભુ ભજનથી પીડા હણી જાય છે સત્સંગના સંગથી વાણી મીઠી થાય છે માટી ના પુતળા તને... માટી ના પુતળા તને કેટલું અભિમાન છે કેટલું અભિમાન તને, કેટલું અભિમાન છે માટી ના પુતળા તને...

अर्थ और व्याख्या

भजन के बारे में

“માટીના પૂતળા, તને કેટલું અભિમાન છે?” — માણસનું શરીર માટીનું બનેલું છે અને અંતે માટીમાં જ મળવાનું છે, છતાં તેને કેટલો ગર્વ છે! આ વૈરાગ્યનું ભજન મનને સીધો સવાલ પૂછે છે.

કડીઓમાં જીવનની સચ્ચાઈ ક્રમસર આવે છે. જુવાની જશે, ઘડપણ આવશે, માથાના વાળ ધોળા થશે. પ્રભુભજન વગર જિંદગી એળે જશે. સાથે આવશે ફક્ત કરેલું પુણ્ય, અને કરેલાં કર્મ ભોગવવાં પડશે. જમદૂત આવશે ત્યારે કોઈનું જોર નહીં ચાલે. પછી અંતિમ યાત્રાનું ચિત્ર છે: લીલા વાંસની પાલખી, તેના પર બંધાતાં શ્રીફળ, અને ચાર વિસામા — ઘરના ઓરડે, ઉંબરા બહાર, ઝાંપા બહાર અને છેલ્લો સ્મશાનઘાટે. બાળગોપાળ રડતાં રહી જશે અને “આવેલો હંસલો એકલો ઊડી જાય છે” — એટલે આત્મા એકલો જ જાય છે.

આ ભજન ડરાવવા માટે નથી, જગાડવા માટે છે. જે જવાનું છે તેનો ગર્વ છોડીને, જે સાથે આવે છે તે — પુણ્ય અને ભજન — ભેગું કરવું. છેલ્લે આશા પણ છે: “પ્રભુ ભજનથી પીડા હણી જાય છે, સત્સંગના સંગથી વાણી મીઠી થાય છે.”

સત્સંગમાં, અને ખાસ કરીને કોઈના અવસાન પછી બેસણાં કે ભજનના પ્રસંગે આવાં વૈરાગ્યનાં ભજનો ગવાય છે.