गुरुजी कीर्तन • लिरिक्स

કૃષ્ણ સુદામા ભેળા રે ભણતા

Krishna Sudama Bhajan Kirtan

स्वर: हंसाबेन पोरिया

કૃષ્ણ સુદામા ભેળા રે ભણતા

गुरुजी3.5K व्यूज़28 जुलाई 20268:54

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
કૃષ્ણ સુદામા ભેળા રે ભણતા ભવો ભવના દીધા વાલે કોલ કે ભાઈબંધી ભુલાય નહીં ભણી ગણીને બેવ જ ઉઠ્યા ગુરુજીએ દીધા આશીર્વાદ કે ભાઈબંધી ભુલાય નહીં સુદામા તો પોરબંદર ગયા વાલો મારો દ્વારકામાં જાય કે ભાઈબંધી ભુલાય નહીં ગોર અને કોઈ ગોરપદું ન આપે નો આપી ચપટી લોટ કે ભાઈબંધી ભુલાય નહીં રેવા નથી ઝૂંપડી જમવા નથી ટુકડો નો મળે અન્નનો દાણો કે ભાઈબંધી ભુલાય નહીં સાત સાત દિવસના ઉપવાસ થયા સુદામાના બાળકો ભૂખ્યા સૂઈ જાય કે ભાઈબંધી ભુલાય નહીં સુદામાની પત્ની સુદામાને વિનવે સાવરે સોનાની દ્વારકા સે નગરી ત્યાં જઈને માંગો ને સહાય કે ભાઈબંધી ભુલાય નહીં સૌથી ઊંચી છે સોનાની દ્વારકા રાજ કરે છે રણછોડરાય કે ભાઈબંધી ભુલાય નહીં સુદામાની પત્ની તાંદુલિયા આપે દેજો તમારા ભાઈબંધને ભેટ કે ભાઈબંધી ભુલાય નહીં હાથમાં છે લાકડી ને ખંભે છે પોટલી ઉઘાડા સે સુદામાના પગ કે ભાઈબંધી ભુલાય નહીં દેહ તો ડગમગે ચામડા સુકાઈ ગયા આંખે થઈ છે આંસુડાની ધાર કે ભાઈબંધી ભુલાય નહીં પ્રથમ નાયા સત્સંગમાં પછી નાયા ગોમતી ઘાટ કે ભાઈબંધી ભુલાય નહીં સુદામા આવીને દરવાજે ઉભા કોઈ ન સાંભળે સુદામાની વાત કે ભાઈબંધી ભુલાય નહીં આડા ને અવળા પરોડિયા ફરે છે કોઈ મારો સંદેશો લઈ જાઓ કે ભાઈબંધી ભુલાય નહીં પ્રભુ તો પહેરે પીળા વાઘા સુદામાના ધોતીયા તૂટેલા કે ભાઈબંધી ભુલાય નહીં દુબળો તો વેચવાલા કોઈને નથી ગમતો જેવા લખ્યા વિધાતા એ લેખ કે ભાઈબંધી ભુલાય નહીં ચૌદ ભુવનમાં વાલો રાસ જ રમે જઈને કોઈએ દીધો છે સંદેશ કે ભાઈબંધી ભુલાય નહીં સંદેશો સાંભળીને વાલે દોટ જમેલી ભૂલી ગયા દેહળીયાનું ભાન કે ભાઈબંધી ભુલાય નહીં સુદામાને ભાળી વાલે ઉર મારે તેડાં ભેટી પડ્યા ભાઈબંધને ભગવાન કે ભાઈબંધી ભુલાય નહીં રુક્ષ્મણી તો જળ ભરી આવ્યા ચરણ પખાળે દીનાનાથ કે ભાઈબંધી ભુલાય નહીં ખબરું પૂછીને વાલે તાંદુલ મંગાવ્યા એક મુઠ્ઠી ખાધી ને બે મુઠ્ઠી ખાધી ત્રીજી મુઠીએ રુક્ષ્મણી એ ઝાલી લીધો હાથ કે ભાઈબંધી ભુલાય નહીં રુક્ષ્મણી હરિને વિનંતી કરે છે દાસનો બનાવો ભગવાન કે ભલી તમારી ભાઈબંધી કૃષ્ણ સુદામાની મિત્રતા કોઈ ગાય છે દુઃખ દરિદ્ર દૂર કરે નાથ કે ભાઈબંધી ભુલાય નહીં કૃષ્ણને શરણે સુદામા તો બોલ્યા રાખો વાલા ચરણોની માહી કે ભાઈબંધી ભુલાય નહીં

अर्थ और व्याख्या

भजन के बारे में

કૃષ્ણ અને સુદામાની મિત્રતાની જાણીતી કથાને લાંબા ગાનમાં કહેતું આ ભજન દરેક કડીના અંતે એક જ વાત દોહરાવે છે: “ભાઈબંધી ભુલાય નહીં.” ગુરુના આશ્રમમાં સાથે ભણેલા બે મિત્રો આગળ જતાં એક દ્વારકાના રાજા અને બીજા ગરીબ બ્રાહ્મણ બને છે, પણ મિત્રતા એવી ને એવી રહે છે.

ભણીને સુદામા પોરબંદર જાય છે અને કૃષ્ણ દ્વારકા. સુદામાની ગરીબી એટલી છે કે રહેવા ઝૂંપડી નથી, ખાવા દાણો નથી, બાળકો ભૂખ્યાં સૂઈ જાય છે. પત્નીના કહેવાથી તાંદુલની પોટલી ભેટ તરીકે લઈ, હાથમાં લાકડી અને ઉઘાડા પગે સુદામા સોનાની દ્વારકા પહોંચે છે. દરવાજે કોઈ તેમની વાત સાંભળતું નથી, પણ સંદેશો મળતાં જ ભગવાન દોટ મૂકે છે, દેહનું ભાન ભૂલીને મિત્રને ભેટી પડે છે. રુક્મિણી જળ લાવે છે અને દીનાનાથ પોતે સુદામાના પગ પખાળે છે. કૃષ્ણ પ્રેમથી તાંદુલ માગીને મુઠ્ઠી ભરી ભરીને ખાય છે, અને ત્રીજી મુઠ્ઠીએ રુક્મિણીજી હાથ ઝાલી લે છે.

કથાનો સંદેશ એ છે કે સાચી મિત્રતા ધન કે પદ જોતી નથી. ભગવાનને સુદામાની ગરીબી નહીં, તેનો પ્રેમ દેખાયો; અને ચપટી તાંદુલ પણ ભાવથી ધરાય તો મોટી ભેટ બની જાય છે. ભજન કહે છે કે કૃષ્ણ-સુદામાની મિત્રતા ગાનારનાં દુઃખ-દારિદ્ર નાથ દૂર કરે, અને અંતે સુદામા પણ એટલું જ માગે છે: “રાખો વાલા ચરણોની માહી.”

સત્સંગ અને કથા-કીર્તનમાં આ ભજન નિરાંતે, વાર્તા કહેતાં હોય એ રીતે ગવાય છે.